તમે કદમ્બનું વૃક્ષ અવતર જોયું જ હશે. તેને ફૂલવાળા વૃક્ષ સાથે મોટા અને પહોળા પાંદડા હોય છે એમાંથી ગુંદ પણ નીકળે છે. તેનું ફળ લીંબુ જેવું ગોળ હોય છે. આ વૃક્ષની એક ખાસિયત એવી છે કે ફળની ઉપર ફૂલો હોય છે તે ખુબ જ ખુશ્બુદાર હોય છે અત્યારે ગામડામાં આ વૃક્ષો જોવા મળે છે ખાસ કરીને ઉત્તર ભારતમાં આ વૃક્ષની ઘણી પ્રજાતિ જોવા મળે છે. પૌરાણિક રીતે ભગવાન શ્રી કૃષ્ણ કદમ્બના વૃક્ષ નીચે બેસીને વાંસણી વગાડતા.આ વૃક્ષ જેટલું ધાર્મિક છે એના કરતાં ય વધારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વધુ જોવા મળે છે. તેના અનેક ફાયદાઓ છે. કોઇપણ વ્યકિતને તાવ આવતો હોય તો તુલસીના પાંચ પાન સાથે કદમ્બના વૃક્ષની છાલ મેળવી ઉકાળો પિવાથી તાવ ગાયબ થઇ જાય છે. આ ઉપરાંત શરીર ઉપરના કોઇપણ ઘાથી તમે પીડાતા હો કે તે રૂઝાતો ન હોય તો પાંદડાને છાલ ઉકાળીને થોડું ગરમ થાય તે પાણીથી સાફ કરો તો ઘા જલ્દી રૂઝાય જાય છે.
નાના બાળકોની પાચન શકિત નબળી હોય છે. આ સમસ્યામાં કદમ્બના ફળ અથવા તેનો રસ નિયમિત સેવન કરવાથી તેની પાચન શકિત મજબુત બને છે. નાની મોટી ઇજા કે સોજામાં આ વૃક્ષ બહુ જ ફાયદાકારક છે. છાલને પાણીમાં ઉકાળીને તેમાં થોડું મીઠું ઉમેરીને સોજા કે ઇજા ઉપર શેક કરવાથી સમસ્યામાંથી મુકિત મળે છે.શરીર નબળુ પડયું હોય ને નબળાઇ ખુબ જ લાગતી હોય ત્યારે કદમ્બરના ફળોમાંથી બનાવેલ ચૂર્ણના સેવન માત્રથી તમારી નબળાઇ દૂર થઇ જાય છે. આ ચૂર્ણ પાણીની સાથે લઇ શકાય છે. શરીરમાં રહે તો કાયમી દુ:ખઓ દૂર કરવો હોય તો પણ રસોડાની ઘણી વસ્તુંઓ કારગત નીવડે છે. જેમ કે ચપટી હળદર તમારા આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે.આપણી ટેવ હોય છે કે કંઇ થાય તો દવા ટીકડી લઇ લે છે આનાથી રાહત થાય પણ સાઇડ ઇફેકટ ઘણી થાય છે. પ્રકૃતિ પાસે ઘણી એવી વસ્તુ છે જેના ઉપયોગ માત્રથી રાહત મળે છે. પવર્તમાન કોરોના મહામારીમાં નિયમિત હળદરનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકાર શકિત વધે છે. શરીરમાં કોઇપણ રોગને આવવા દેતો નથી. કેળા, આદુ, કોફી, ચેરી, અજમો, લવીંગ, એલચી વિગેરે નાનકડી વસ્તુમાં મોટી તાકાત હોય છે એનો ઉપયોગ કરવા માત્રથી આપણી ઘણી તકલીફ દૂર થઇ જાય છે.આજે તો દરેક માણસને નાની મોટી સમસ્યા હોય જ છે. ત્યારે ઔષધિય વૃક્ષો છોડ સાથે રસોડાની ઘણી વસ્તુઓ દવા કરતા ૧૦૦ ટકા ગુણકારી હોય છે. એનો ઉપયોગ કરવો જરૂરી છે.