આજે ઘરે બનાવવાનું ચુકતા નહી ચોખા અને મકાઇના પુડલા…
સામગ્રી
– ૧ કપ ચોખાનો કરકરો લોટ
– ૧ કપ મકાઇનો લોટ
– ૨ મોટા ચમચા દહીં
– ૨ લીલા મરચા ઝીણા સમારેલા
– ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
– ૧ ચપટી હળદર
– ૧ ચમચી છીણેલી કોબીજ
– ૧ ચમચો છીણેલી ડુંગળી
– મીઠું
રીત :
ચોખાનો લોટ અને મકાઇનો લોટ ભેળવીને એમા દહીં, હળદર, મીઠુ અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરુ બનાવી લો. બે થી ત્રણ કલાક સુધી પલળવા મુકો. આ ચીલા બનાવતા પહેલા તેમા ઝીણા સમારેલા લીલા મરચા, છીણેલી કોબીજ, છીણેલી ડુંગળી અને સમારેલી કોથમીર, નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે જ‚ર મુજબ પાણી ઉમેરાતા જઇને પેનમાં પાથરી શકાય તેવું ખીરુ બનાવો.
– હવે એક નોનસ્ટિક પેન ગરમ કરવા મુકીનેે તેમા આ ખી‚ પાથરીને પુડલા બનાવો સહેજ પણ તેલ વગર આરામથી બની જશે અને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તલ અને રાઇના વઘાર તૈયાર કરી ખીરામાં ભેળવી લો. અને ત્યાર પછી પુડલા ઉતારો.
અને આ પુડલામાં મકાઇની મીઠાશ અને ચોખાન ક્રિસ્પીનેસ ખૂબ સરસ લાગે છે જેને આપણે ચટણી સાથે સર્વ કરીને ખાઇ શકીએ છીએ.