સભા દરમિયાન ગ્રામજનોની વેદનાને વાચા આપી: ગોવિંદ પટેલ
ગોવિંદભાઈ પર ખોટો દાવો કરાયો, અમારો પરિવાર પટેલ સમાજ સાથે: જયોતિરાદીત્યસિંહ
મુળ રીબડા ના ઉધ્ધોગપતિ ગોવિંદભાઇ સગપરીયા પર અનિરુધ્ધસિહ જાડેજા દ્વારા રુ.પચાસ કરોડ ના બદનક્ષી ના દાવા અંગે ગોવિંદભાઇ સગપરીયા એ જણાવ્યુ કે મેં કોઇ વિષે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો હોય તે આક્ષેપ સત્ય નથી.જાહેર સભા માં રીબડા ના ગ્રામ્ય જનો ની વેદના ને માત્ર વાચા અપાઇ હતી.
ગોંડલ ખાતે પત્રકારો ને જણાવતા તેમણે કહ્યુ કે રીબડા મારુ વતન છે.અહી ના લોકોએ ખુબ હાલાકી અને કષ્ટ ભોગવ્યા છે.જાહેર સભા મા અન્ય વકતાઓએ આ વાત રજુ કરેલી જેનુ મેં સમર્થન કર્યુ હતુ.કોઈ પણ વિષે કે કોઈ પરીવાર વિષે અપમાનજનક શબ્દ પ્રયોગ કરાયો નથી.બદનક્ષી થાય તે પ્રકારે કોઈ નિવેદનો કે ભાષણ અપાયુ નથી.તેમ છતા અનિરુધ્ધસિહ દ્વારા મને મોકલાયેલી નોટીસ અંગે મારા વકીલ દ્વારા જવાબ અપાયો છે.મને ન્યાયતંત્ર માં પુરો ભરોસો છે તેવુ જણાવ્યુ હતુ.પત્રકાર પરિષદ મા ઉપસ્થિત માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)એ જણાવ્યુ કે ગોવિંદભાઇ સગપરીયા પર ખોટો દાવો કરાયો છે.અમારો પરિવાર અને પટેલ સમાજ આ મુદ્દે ગોવિંદભાઇ ની સાથે છે.
તાજેતર મા રીબડા મા બેરીયર ની તોડફોડ ની ઘટના ના વાયરલ થયેલા વિડીયો અંગે પત્રકાર પરિષદ મા હાજર રહેલા રીબડા ના હકાભાઇ ખુંટ,મિરાજભાઇ વિરડીયા, હિરેનભાઇ ખુંટ સહીત ના એકત્ર યુવાનોએ કહ્યુ કે રીબડા ના પ્રવેશ દ્વાર પાસે ના બેરીયર ખેતીકામ ના પાલો કે અન્ય વસ્તુ સાથે ના ગાડા,ટ્રેક્ટર સહીત વાહનો માટે નડતરરુપ હતા.બેરીયર હટાવવા ગ્રામ્ય પંચાયત સહીત રજુઆતો કરાઇ હતી.પણ કોઈ ઉકેલ નહી આવતા ગામ ના યુવાનો દ્વારા આ બેરીયર હટાવાયા છે.આ ઘટના કોઈ રાજકીય ઇશ્યુ નથી.તેવુ જણાવ્યુ હતુ.