શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ભકતો બન્યા નંદઘેલા
બ્રીજરાજદાન ગઢવી, માયાભાઇ આહિર, સાંયરામ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણ મીર, ભગવતીબેન ગોસ્વામી, હર્ષ પીપળીયાની સંતવાણીમાં શ્રોતાઓ ઝુમી ઉઠયાં: રાત્રે ફરીદામીર, દિપક જોશીના સથવારે યોજાશે ગરબાની રમઝટ
શ્રીમદ ભાગવત સપ્તાહના રીબડા બન્યું કૃષ્ણનગરી બન્યું છે. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે કથા રસપાનથી શ્રોતાઓ ભક્તિમાં લીન બન્યાં છે. રાજકીય, સામાજીક, આગેવાનો સહિત સંતો-મહંતોની ખાસ ઉપસ્થિતિમાં ભાગવત કથાના પ્રસંગો પૂ. રમેશભાઇ ઓઝાના મુખેથી સાંભળી શ્રોતાઓ ભાવ વિભોર બન્યાં હતા.
મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા જાડેજા પરિવારના સહયોગથી રીબડા મુકામે ગત તા.20થી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.
ગોંડલ તાલુકાના રીબડા ગામે ચાલી રહેલ આ ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રભરમાંથી શ્રોતાઓ કથાનું રસપાન કરવા આવી રહ્યાં છે ત્યારે વ્યાસાસને પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બિરાજમાન થઇ સંગીતમય શૈલીમાં ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યાં હતાં. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ જાડેજા અને જાડેજા પરિવાર જહેમત ઉઠાવી રહ્યાં છે.
તા.ર3 ને સોમવારે બ્રીજરાજદાન ગઢવી, માયાભાઇ આહિર, સાંયરામભાઇ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણભાઇ મીર, ભગવતીબેન ગોસ્વામી, હર્ષ પીપળીયા (રીબડા) દ્વારા રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. અને શ્રી કૃષ્ણ જન્મનો ઉત્સવ કથા દરમ્યાન ઉઝવવામાં આવ્યો હતો. આજ મંગળવાર તા. ર4 ના ગોવર્ધન પૂજાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મંગલ પ્રસંગે જાડેજા પરિવારના સ્નેહીજનો શુભેચ્છકો, મિત્રો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યા હતા. અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રીના ફરીદામીર અને દીપકભાઇ જોશીના સથવારે ગરબાની રમઝટ બોલાશે તેમાં ઉ5સ્થિત ભાવિકો જોડાશે.
પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ કથાના પાંચમાંદિવસે શ્રોતાઓને જણાવ્યું હતું કે ગંગામાં ડૂબકી લગાવાથી ગંગા આપણી પાસે આવે છે. ગંગાસ્થાન આપણને શિવરૂપ બનાવી દે છે. ગંગા બ્રહ્માના કમંડળમાં છે. ગંગા સ્નાન પ્રાપ્ત કરવાથી આપણને પુણ્ય મળે છે. ભગવાન આપણને કુવા જેવો કરે ટાંકી જેવો નહિં. કુવામાં પ્રવાહ આવ્યા જ કરે છે. ટાંકી ભરાય પણ પ્રવાહ નહીં. કુવામાંથી ગાળ કાઢ્યે તો પ્રવાહ આવે તેમ આપણા જીવનમાં નવા નીર આવે છે. રામાયણમાં સેતુ બાંધવામાં જેમ ખીસકોલી મદદરૂપ થાય છે. એમ નાનો માણસ પણ સેવા કરી શકે છે. ધર્મના કાર્ય માટે કોઇએ ખપી જવું પડે છે. ભગવાન સૂર્ય પણ છે અને દીપક પણ છે. કથામાં મન હોવું જોઇએ, મન ના હોય તો હાજરી હોવા છતાં કંઇ મળતું નથી. તેમ રમેશભાઇ ઓઝાએ પોતાના શ્રીમુખે જણાવ્યું હતું અને શ્રોતાઓ સાંભળી ભાવવિભોર બન્યા હતા.
કથામાં ભક્તિ પ્રસાદ સ્વામી ખીરસરા સ્વામિનારાયણ મંદિર, દેવરાજભાઇ ગઢવી, સાહિત્યકાર ઓસમાણભાઇ મીર હરીશચંદ્રસિંહ જાડેજા ક્ષત્રિય સમાજ અગ્રણી રાજકોટ, હકુભા જાડેજા ધારાસભ્ય જામનગર, અલ્પેશભાઇ ઠાકોર, એ.પી.જાડેજા ડી.વાય.એસ.પી. એ.સી.પી., રાજેન્દ્રસિંહ ઝાલા ડી.વાય.એસ.પી. , પ્રવિણસિંહ ઉમેસસિંહ જાડેજા રીટાયર્ડ ચેરમેન, વિશ્ર્વરાજ સી.ટી. પોલીસ જે.બી.જાડેજા રીટાયર્ડ એ.સી.પી., આર.પી. જાડેજા આર.પી.જે. હોટલ રાજકોટ, કિરીટભાઇ મોઢવાડીયા જીલ્લા ભાજપ પ્રમુખ પોરબંદર, રાજભા ઝાલા માજી સ્ટેન્ડીંગ ચેરમેન આર.એમ.સી. રાજકોટ, શિવલાલ બારસીયા માજી ચેરમેન રાજકોટ, મહેશભાઇ ચૌહાણ હરીવંદના કોલેજ ચેમ્બરર્સ ઓફ કોમર્સ કોલેજ, મુસાબાપા સપાનો પરિવાર અનિબાપુનું સનમા વિગેરે મહાનુભાવો કથામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમમાં જીવંત પ્રસારણ નિહાળી શકાશે
જુઓ અબતક ચેનલ, ઈન કેબલ ચેનલ નં: 561, ડેન નેટવર્ક ચેનલ નં: 567, સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350, સહયોગ નેટવર્ક ચેનલ નં:105 livetv.www.abtakmedia.come/