કથાના અંતિમ દિવસે કથા રસપાનનો લાભ લેતા શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયા તેમજ અગ્રણી સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે ગત તા.20-5 થી તા.26-6 સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું હતું. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા, અનિરૂદ્વસિંહ મહિપતસિંહ જાડેજા તથા રાજદીપસિંહ અનિરૂદ્વસિંહ જાડેજા દ્વારા રીબડા ખાતે મહીરાજ હનુમાનજીની પ્રેમ નિશ્રામાં શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ ઉપરથી પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે.
રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવમાં તા.20-5ને શુક્રવારે મહીરાજ હનુમાનજી મંદિરથી પોથીજી યાત્રાનું પ્રસ્થાન થઇ હતી. તા.23-5ને સોમવારે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ તેમજ તા.24-5ને મંગળવાર શ્રીગોવર્ધન પૂજા તેમજ તા.25-5 બુધવારના રોજ શ્રી રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ યોજાયા હતા. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ થયું હતું.
તા.23-5ને સોમવારે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં જાણીતા કલાકારો બ્રિજદાન ગઢવી, માથાભાઇ આહિર, સાંઇરામભાઇ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણભાઇ મીર સહિત નામી કલાકારોના સંતવાણી કાર્યક્રમમાં સંતવાણી ભજન અને સાહિત્યની વાતો રજૂ કરેલ તા.24-5ને મંગળવારે જાણીતા કલાકાર દિપકભાઇ જોશી તેમજ ફરિદાબેન મીર સંતવાણી રજૂ કરી હતી.
કાલે રાત્રે 9:00 કલાકે જાણીતા કલાકારો રાજભા ગઢવી, દેવાયતભાઇ ખવડ, અનુભા વઢવી, હરદેવભાઇ આહિર, મનસુખભાઇ વસોયા અને હકુભા ગઢવી સંતવાણી ભજન અને સાહિત્યની વાત રજૂ કરી બધાને ડોલાવ્યા હતા. શ્રીમદ્ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથા રસપાનનો લાભ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, બાબુભાઇ પટેલ, મયુરસિંહ જાડેજા, સુરૂભા જાડેજા, મયુરસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી ભક્તિ લાભ લીધો હતો. પૂ.ભાઇને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.
રીબડા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમથી જીવંત પ્રસારણ લાખો લોકોએ નિહાળ્યું