સેવાભાવીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે
આર.જી.ફેન્ડ કલબના પ્રમુખ તથા લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ ભાર્ગવ પઢીયાર દ્વારા આંખના નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન આગામી તારીખ:૯-૨-૨૦૨૦ રવિવારેના રોજ સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ સુધી રંગીલા કોમ્પ્લેક્ષ,૪/૫ ગાયત્રીનગર, બોલબાલા માર્ગ, રંગીલા મોબાઈલ ઉપર, રાજકોટ ખાતે કરાયુ છે.નક્ષકિરણ મલ્ટીસ્પેશ્યાલીટી દિયા આઈ હોસ્પિટલ ડો.મનોજ યાદવના સહયાગથી આંખનો નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે.
આ કેમ્પમાં આંખને લગતા તમામ રોગની આંખના નિષ્ણાંત ડોકટર દ્વારા તપાસ કરવામાં આવશે, મોતિયાની તપાસ, ઝામરની તપાસ, નાસુર, પડદા, ત્રાંસીઆંખ, લો-વિઝન વગેરેની તપાસ નિ:શુલ્ક કરવામાં આવશે, જરૂરીયાતમંદ વ્યકિતને બે તાલા નંબરવાળા વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે.
નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે. આ માટે પ્રોજેકટ ટીમમાં નિશાંત પોરીયા, સંકેત રાઠોડ, હિરલબેન રાઠોડ, સવજીભાઈ ભેંડેરી, ધવલ સોજીત્રા, દર્શનસિંહ ચૌહાણ, પિયુષ કિયાડા, સંજય માંડલીયા, ભાવેશ પટેલ, સમાજના અગ્રણી વગેરે કાર્યરત છે. માહિતી માટે નિશાંત પોરીયા (૮૮૪૯૭૫૩૯૭૦) સવજીભાઈ ભંડેરી (૯૪૨૭૭૩૨૨૭૩)નો સંપર્ક કરવો કેમ્પની સફળતા માટે સેવા ભાવીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.