રાજયના મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પૂરસ્કાર એનાયત
રાજકોટ ડિવિઝનને મેળવ્યો રૂ.૫૦ હજારનો પુરસ્કાર
પશ્ર્ચિમ રેલવેના ચીફ મેનેજર આલોક કંસલે કોરોના દરમિયાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોના સફળ સંચાલન બદલ પશ્ર્ચિમ રેલવેના તમામ છ ડિવિઝનને રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. જેનાં રાજકોટ ડિવિઝનને રૂ..૫૦ હજારનો પુરસ્કાર મળ્યો છે. ૨ મેથી ૨૦ જુન સુધી પશ્ર્ચિમ રેલવેએ લોકડાઉનના કારણે ફસાયેલા શ્રમિકો તથા તેમના પરિવારોને દેશના વિવિધ રાજયોમાં તેમના રહેણાંક પર પહોચાડવા માટે રેલવેએ ૧૨૨૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોનું સફળ સંચાલન કર્યું હતુ. રેલવેની આ પહેલનો લાખો પ્રવાસી શ્રમિકોને લાભ થયો હતો. પશ્ર્ચિમ રેલવેનાં કર્મચારીઓ અને અધિકારીઓનાં પ્રયાસોથી જ આ કામગીરી સફળ રહી હતી.
પશ્ર્ચિમ રેલવેના ચીફ મેનેજર આલોક કંસલે અધિકારીઓ કર્મચારીઓના અનુકરણીય પ્રદર્શન તથા ૧૨૨૯ શ્રમિક વિશેષ ટ્રેનોના સફળ સંચાલન બદલ પ. રેલવેના તમામ છ ડિવિઝનોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જે મુજબ મુંબઈ ડિવિઝનને રૂ. ૧ લાખ વડોદરા ડિવિઝનને રૂ..૫૦ હજાર, અમદાવાદને ૭૫ હજાર, રાજકોટને ૫૦ હજાર ભાવનગર તથા રતલામ ડિવિઝનોને ૨૫ હજારના રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રમિક વિશે ટ્રેનોના સંચાલન માટે પશ્ર્ચિમ રેલવેની ભૂમિકાને રેલમંત્રી પિયુષ ગોયલ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પ્રશંસા કરી છે. ૩ જૂનના રોજ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના પ્રવાસી શ્રમિકો તથા તેમના પરિવારોની મુસાફરીની સારી વ્યવસ્થા કરવા માટે પશ્ર્ચિમ રેલવેની આ ઉત્કૃષ્ટ પહેલ અને સમન્વય બદલ પશ્ર્ચિમ રેલવેના પાંચેય ડિવિઝનોનું સન્માન કર્યું હતુ મુખ્યમંત્રી પાણીએ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મેનેજરોને ખાસ પ્રશંસા ટ્રોફી મોકલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોના સફળ સંચાલનમાં તેમની ભૂમિકાની કદર કરી હતી. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોના સફળ સંચાલનમાં મહત્વની ભૂમિકા માટે પશ્ર્ચિમ રેલવેની ટીમના ઉત્કૃષ્ટ સામાજીક પ્રયાસોની પ્રશંસા કરી હતી.