ધો.૧૨ બાદ એવીએશનમાં બીબીએ કરવાી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકાય
સરકારની ઉડાન અને નભ નિર્માણ યોજનાના પરિણામે ભારતનું ઉડ્ડયન બજાર ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું બની જશે
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટુ ઉડ્ડયન ક્ષેત્ર બની જશે. આ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. સરકાર ઉડાન (ઉડેગા આમ નાગરિક) તા નભ નિર્માણ જેવી યોજનાઓ હેઠળ દેશના ૫૬ એરપોર્ટ અને ૩૧ હેલીપેડને તાત્કાલીક ધોરણે જોડશે. એક વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રમાં મસમોટા ફેરફાર કરી એરપોર્ટની ક્ષમતા આજની સ્થિતિ ૫ ગણી કરવાનો સરકારનો ટાર્ગેટ છે. પરિણામે આ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારીની તકો ઉભી થશે.
હાલ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ૨ થી ૫ લાખ જેટલી રોજગારીની તકો છે. આ ઉપરાંત ઉડાન યોજનાના માધ્યમી ટુ-ટાયર અને શહેરોમાં પણ માંગ અને પુરવઠાનો ગેપ પુરવા અન્ય યોજનાઓ લઈ અવાશે. ઉડ્ડયન ક્ષેત્રમાં કસ્ટમર સર્વિસ, ઓપરેશન, લોજીસ્ટીક, એરપોર્ટ મેનેજમેન્ટ, રિટેઈલ, મેડિકલ ટુરીઝમ સહિતના સેકયરમાં લાખોની સંખ્યામાં નોકરી ઉભી થશે.
અત્યારે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ખાનગીકરણના રસ્તે છે. ભારતમાં ૧૫ ડોમેસ્ટીક અને ૬૦ ઈન્ટરનેશનલ એરલાયન્સ ઓપરેટ કરે છે. આ ઉપરાંત ગ્રીન ફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણની મંજૂરી છે. એવીએશન મેનેજમેન્ટમાં ૭૪ ટકા વિદેશી મુડી રોકાણને છૂટ અપાઈ છે. જો તમે ધોરણ ૧૨ પાસ કર્યું હોય અને એવીએશનમાં બીબીએ કરો તો ઉડ્ડયન, ટ્રાવેલ, ટુરીઝમ સહિતના ક્ષેત્રમાં ખુબજ મોટી રોજગારીની તક સાંપડે.
ભારતીય એવીએશન કંપનીઓ ૨૯૦ બીલીયન ડોલરના માતબર ખર્ચે ૨૧૦૦થી વધુ નવા પ્લેન ખરીદવાની તૈયારીમાં છે. જેથી ફલીત થાય છે કે, ઉડ્ડયન ક્ષેત્રનું ઈન્ફ્રાસ્ટ્રકચર ઝડપી વિકસી જશે. ઉપરાંત તોતીંગ મુડી રોકાણ આ ક્ષેત્રમાં ઠલવાશે. ફલીટ મેનેજમેન્ટ, ગ્રાઉન્ડ હેન્ડલીંગ, કાર્ગો એન્ડ સિકયુરીટી, કસ્ટમર સર્વિસ, ક્રુ શેડયુલ અને ટિકિટીંગ સહિતના વિભાગોમાં પણ બહોળી તકો જોવા મળી રહી છે.