સરગમી સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળવો એ રાજકોટવાસીના સદભાગ્ય: પૂ.ગો.વ્રજરાયજી મહારાજ
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવને શ્રેષ્ઠ રાસોત્સવનું બિરૂદ લોકોએ આપ્યું છે. મ્યુઝિકલ મેલોઝના સિંગરો અને કલાકારોએ પરંપરાગત ગરબા તેમજ ફિલ્મી ગરબા રજુ કરીને બહેનોને ગરબે રમાડી હતી. બહેનોનું પફોર્મન્સ એટલું જોશભર્યું હતું કે નિર્ણાયકોને પણ મુંઝવણ થતી હતી. અંતે શ્રેષ્ઠ પુરવાર થનારને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. ગોપી રાસોત્સવમાં ગઈકાલે ગોસ્વામી વૃજરાયજી મહોદય મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરગમ કલબના સુંદર આયોજન બદલ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ સમગ્ર ટીમને આશિર્વાદ આપતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી આયોજકોની કસોટી થઈ જતી હોય છે પણ સરગમ તેમાં કાયમ સફળ થાય છે. તેમણે કહ્યું કે, સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે તે રાજકોટવાસીઓના સદભાગ્ય છે.
આ ઉપરાંત ગોપી રાસોત્સવમાં ગઈકાલે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો.હેમાંગભાઈ વસાવડા, જગદીશભાઈ ડોબરિયા, મનીષભાઈ માડેકા, બી.એમ.જાડેજા, કર્નલ રોહિત, અશોકભાઈ ડોબરિયા, મહેન્દ્રભાઈ રાઠોડ, હરિસિંગભાઈ સુતરિયા, યુસુફભાઈ માંકડા, યુસુફભાઈ જુણેજા, કૌશિકભાઈ અકબરી, ઉમેશભાઈ પટેલ, ગોપીનાથ સાહેબ, નરેશભાઈ લોટિયા, વિક્રમભાઈ જૈન, અરવિંદભાઈ લીંબાસિયા, કમલેશભાઈ ખખ્ખર, વિનોદભાઈ પરસાણા, રમેશભાઈ ખુંટ, આશાબેન શાહ, લતાબેન તન્ના, છગનભાઈ બુસા, જૈનિસભાઈ અજમેરા, મનિષભાઈ ચાવડા, બી.કે.પંડયા, ઉમેશભાઈ મીના ,ભાવેશભાઈ માંકડિયા, ડી.કે.સખિયા, કમલેશભાઈ આંબલિયા, દિપકભાઈ ઠુંમર, મયુરભાઈ ડોબરીયા, રાજુભાઈ મુંગલપરા, રામજીભાઈ વેકરીયા, રાજાભાઈ હિન્દુજા, જીતુભાઈ ચંદારાણા, જમનભાઈ પટેલ, મગનભાઈ પટેલ, મનીષભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા બહેનોને ઈનામ વિતરણ કરાયું હતું.
ગોપી રાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા, ગીતાંજલિ જેધે, નિલેશ પંડયા, સોનલ ગઢવી, અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જેની ૫૦,૦૦૦ વોટસની સાઉન્ડ સિસ્ટમ સાથે ધુમ મચાવી રહ્યા છે. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે. આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્સન શો-રૂમ, બાન લેબ્સ કાૃં., ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી, વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડ સિમેન્ટ સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.
આ ઉપરાંત હરિસિંગ સુતરિયા, સીમરન એન્ટરપ્રાઈઝ, અમીધારા ડેવલોપર્સ, યવરા ટોપ સોલાર વોટર હિર, બીગ હોટેલ, ડો.યાજ્ઞિક રોડ, કેનકોન એપ્લાયન્સ-સુરત, જીતુભાઈ પી.પટેલ, વિકાસ આર્ય ગ્રુપ, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, પેલીકેમ પોલી ફિલ્મ પ્રા.લિ. મેટોડા, ડેકોરા હાઈરાઈઝ-ડેકોરા ગ્રુપ અને વરમોરા કંપની તેમજ શહેરના દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ગુણવંતભાઈ પરસાણા, મનસુખભાઈ રૂઘાણી, લક્ષ્મણભાઈ પટેલ વિગેરેની ટીમે કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, હિનાબેન પારેખ, બીનાબેન વિઠલાણી, હીનાબેન ઠુંમર, મીનાક્ષીબેન જોષી, અમીબેન શાહ, જાગૃતિબેન આસોડિયા, અમીબેન દેસાઈ, રીટાબેન વેકરિયા સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.