ખળખળ વહેતી જાયે… દિવસે તું નર્મદા , રાત્રે તું માં ‘રેવા’
‘તત્વમસી’ પુસ્તકની સાથે ‘રેવા’ ને પણ એવોર્ડ
‘રેવા’ એક એવી ગુજરાતી ફિલ્મ જેની વાર્તા ‘તત્વમસી’ પુસ્તકમાંથી લેવાઇ છે. નર્મદા નદીની આસપાસ ફરતી આ ફિલ્મ ૬૬માં નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગઇ છે. અને તેને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોડ મળ્યો છેે.
આવનારા સમયમાં પણ રિયલ સ્ટોરી સાથે ફિલ્મ બનાવવાની ઇચ્છા: પરેશ વોરા
‘રેવા’ફિલ્મ અંગે વધુ જણાવતાં નિર્માતા પ્રોડયુસર પરેશ વોરા કહે છે કે, ‘તત્વમસી’પુસ્તક પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ને નેશનલ એવોર્ડ તો હવે મળ્યો પરંતુ દર્શકોના સારા પ્રતિસાદે તેને એવોર્ડ આપી દીધો છે. માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જેમાં આફ્રિકા, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને અબુધાબીમાં પણ સ્પેશ્યલ શો થયા છે. આ સાથે એમઝોન પ્રાઇમ માં પણ રેવાને ખુબ જ સારા રેટીંગ મળ્યા છે.
આ ફિલ્મ ગુજરાતમાં નર્મદા કિનારાના ગામડામાં શુટ કરાઇ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે નર્મદા નદી આ ત્રણેય રાજયમાંથી પસાર થાય છે. આ ફિલ્મમાં નર્મદા એટલે કે ‘રેવા’ને જ સેન્ટર કેરેકટરમાં રાખવામાં આવી છે. અને તેની ૨૬૦૦ કી.મી. ની પરીક્રમા તેમજ ગામડાની પરંપરાને સચોટ રીતે દર્શાવાઇ છે. આવનાર દિવસોમાં અમે બે વાર્તા અંગે વિચારી રહ્યા છીએ. અને આવનારી ફિલ્મ રીયલ સ્ટોરી પર આધારીત હશે.
એરેના એનિમમેશનનું ખુબ મોટું નામ છે. ત્યારે એનિમેશનને લગતી કોઇ ફિલ્મ આવશે કે નહી તે અંગે જણાવતા પરેશ વોરાએ કહ્યું હતું કે, ‘ફિલ્મની વાર્તા પરથી જ ફિલ્મ કેવા પ્રકારનલ હોય તે નકકી થાય છે જો સારી વાર્તા હશે અને એનીમેશનને લગતુ હશે તો આવનાર સમયમાં આ અંગે ચોકકસ વિચાર કરીશું કેમ કે એનિમેશન મુવી બનાવવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તેથી કોઇ સારી વાર્તા કે જે લોકોને જોવી ગમે તેવી હોય તો અમે ચોકકસથી એનીમેશન મુવી બનાવાશું
‘રેવા’ફિલ્મને દર્શકો અને જયુરીએ પસંદ કરી તે ખરેખર આનંદની વાત: ચેતન ધાનાણી (એકટર)
રેવા ફિલ્મમાં કરનનો નામનું મેઇન કેટેકટર ભજવનાર ચેતન ધાનાણીએ રેવા ફિલ્મની જર્ની અને નેશનલ એવોર્ડ અંગે જણાવ્યું કે કરનું પાત્ર એ ઓડીયન્સનું પાત્ર છે. જે ભારતીય સંસ્કૃતિને ઓબઝવ કરે છે. જે રીતે તત્વમસ્ત પુસ્તકમાં વાચક જ મેઇન પાત્ર છે તે રીતે ‘રેવા’ફિલ્મમાં પણ છે. મારું કેરેકટર આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરે છે. સતત પ્રશ્ર્નો પુછવા લોક લગાડવું પ્રથાઓનો બહિષ્કાર કરવો વગેરે જો ફિલ્મની મળેલા નેશનલ એવોર્ડની વાત કરીએ તો આ એવી ગુજરાતી ફિલ્મ છે જે નોવેલ પરથી બનાવવામાં આવી છે. અને નોવેલએ પણ નેશનલ એવોર્ડ મળ્યો છે.. મને ખરેખર આનંદ થઇ રહ્યો છે કે કોમેડી ડ્રામા, લવ રોમાન્સ પર બનતી ફિલ્મોની વચ્ચે ‘રેવા’જેવી ફિલ્મને પણ દર્શકોએ અને જયુરીએ પસંદ કરી છે. મહત્વનું છે કે આ ફિલ્મના ગીતો પણ ચેતન ધાનાણી દ્વારા જ લખાયા છે.
એક જ શિડયુલમાં માત્ર ૪૦ દિવસમાં ફિલ્મ પુરી કરી: રાહુલ ભોલે
૧૧૮ દિવસ થિયેટરમાં ચાલેલી ફિલ્મ રેવા વિષે જણાવતા ડીરેકટર રાહુલ ભોલે જણાવે છે કે રેવા ને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ૧૧ શહેરોમાં ૧૦ હજાર કી.મી. સુધીનું અંતર કાપી માત્ર ૪૦ દિવસમાં પુરી કરવામાં આવી છે. સાહિત્ય પરથી બનેલી ફિલ્મોને પ્રેક્ષકોએ આવકારતા અમને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ તો મળ્યો જ છે પરંતુ હવે સ્ટેટ લેવલે પણ નોમીનેશનની પ્રક્રિયા થઇ રહી છે.
‘રેવા’ની પરિક્રમા સદીઓથી ચાલી આવી છે. જો કે ‘રેવા’ફિલ્મ રીલીઝ થયા બાદ બહારના લોકો પણ પરિક્રમા કરવા આવી રહ્યા છે. વિદેશના લોકો બે બે વર્ષના એડવેન્ચર્સ પ્લાન કરે છે અને ૨૬૦૦ કી.મી. ની પરિક્રમા પૂર્ણ કરે છે. મહત્વનું છે કે મઘ્યપ્રદેશમાં આજે પણ ‘રેવા’ નર્મદાને સાચા અર્થમાં માતાનો દરજજો અપાય છુ.