રાજયનાં નાગરીકોને મહેસુલી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એ માટે મહેસુલ વિભાગે અનેકવિધ ક્રાંતીકારી નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતુ.આ કાર્યક્રમમાં મહેસુલ વિભાગ દ્વારા ખેડુતો વિવિધ ક્ષેત્રોની સેવાભાવી સંસ્થાઓ જેમાં ભારતીય આંબેડકર ટ્રસ્ટ રાજકોટનાં મેનેજીંગ ટ્રસ્ટી અને રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામના ખેડુત લાભાર્થી ભાણજીભાઈ દાફડાએ લાભ લીધો હતો. ઉદ્યોગ સાહસિકો તથા નાગરીકો માટે ઝડપી, પારદર્શક, ઓનલાઈન સેવાઓ અને વહીવટી સુધારાઓ અંગે લેવાયેલ સંખ્યાબંધ પગલાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મહેસુલ ક્રાંતીમા સેવાઓમાં એની આરઓઆર એનીવેર વેબ ભુલેખ, ગરવી, આઈઓઆરએ ઈન્ટરગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લીકેશન આઈ આર સી એમ એસ, ઈન્ટરગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સીસ્ટમ, આર એફ આઈ એમ એસ રેવન્યુ ફાઈલ મોનીટોરીંગ સીસ્ટમ રાજયની તમામ મહેસુલી કચેરીઓમાં નોંધાતી તમામ અરજીઓની ટ્રેકીંગ અને મોનીટરીંગની સુવિધા ઉપલબ્ધ થશે.