• Revolt RV1 ઈલેક્ટ્રીક બાઇક થઇ લોન્ચ. 160 કિમી સુધીની રેન્જ આપશે.
  • 2.2 kWh અને 3.24 kWh બેટરી ના વિકલ્પો સાથે જોવા મળે છે.

ઇલેક્ટ્રિક કોમ્યુટર બાઇક રિવોલ્ટ RV1 ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેને બે વેરિઅન્ટ RV1 અને RV1+માં લાવવામાં આવ્યો છે, બંનેની કિંમત અનુક્રમે રૂ. 84.990 અને રૂ. 99.990 જોવા મળે છે. તેને બે બેટરી ઓપ્શનમાં જોવા મળે છે. જેમાંથી 2.2 kWhની બેટરી અને 3.24 kWhની બેટરી આપવામાં આવી છે. આ બંને બેટરી અનુક્રમે 100 કિમી અને 160 કિમીની રેન્જ આપતી જોવા મળશે.

ઓટો ડેસ્ક, નવી દિલ્હી ભારતીય ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રિવોલ્ટ મોટર્સે તેની બીજી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે.જે  આ બાઇકનું નામ Revolt RV1 છે. તેને બે વેરિઅન્ટ RV1 અને RV1+માં લોન્ચ કરવામાં આવ્યો છે. Revoltની ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં Ola Roader X સાથે સ્પર્ધા કરશે. ચાલો જાણીએ કે Revolt RV1 કયા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

Revolt RV1: કિંમત

Revolt RV1 લોંગ રેંજ અને ફાસ્ટ ચાર્જીંગનું નવું સરનામું

RV1 અને તેના પ્રીમિયમ વેરિઅન્ટ્સ ચાર રંગ વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. Revolt RV રૂ 84,990ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે RV1+ રૂ. 99,990ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ લોન્ચ રિવોલ્ટ મોટર્સના પ્રીમિયમ ઇલેક્ટ્રિક લાઇનઅપને વધુ વધારશે, જેમાં RV400 અને RV400 BRZ જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે.

Revolt RV1: ફીચર્સ

Revolt RV1 લોંગ રેંજ અને ફાસ્ટ ચાર્જીંગનું નવું સરનામું

તેમાં 6 ઇંચની ડિજિટલ LCD ડિસ્પ્લે જોવા મળે છે. આ સાથે, તેમાં સ્ટાઇલિશ LED હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ પણ આપવામાં આવી છે. બંને વેરિઅન્ટમાં બિલ્ટ-ઇન ચાર્જર સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ જોવા મળે છે. જે સામાન્ય રીતે અન્ય કોમ્યુટર મોટરસાયકલમાં જોવા મળતી નથી. આ બાઇકમાં ઘણા સ્પીડ મોડ પણ આપવામાં આવ્યા છે, જેમાંથી એક રિવર્સ મોડ છે. તેનાથી પાર્કિંગ સરળ બનશે. બાઇકમાં પહોળા ટાયર આપવામાં આવ્યા છે, જે બાઇકને વધુ સ્થિર બનાવશે.

Revolt RV1: બેટરી

Revolt RV1 લોંગ રેંજ અને ફાસ્ટ ચાર્જીંગનું નવું સરનામું

તે મિડ-મોટર અને ચેઈન ડ્રાઈવ સિસ્ટમ પર આધારિત જોવા મળે છે. તેમાં બે બેટરી પેક ના વિકલ્પો સાથે આપવામાં આવે છે. એક 2.2 kWh બેટરી છે જે 100 કિમીની રેન્જ આપે છે. જ્યારે બીજી બેટરી 3.24 kWhની છે, જે 160 કિમીની રેન્જ આપે છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે બંને બેટરી વિકલ્પો વોટર રેઝિસ્ટન્સ માટે IP67-રેટેડ છે. આ બાઈક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ આવે છે, જેના કારણે બાઈકની બેટરી માત્ર 1.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

Revolt RV400: અપગ્રેડ કરો

કંપનીએ RV1 ના લોન્ચ દરમિયાન RV400 માં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. તે ઝડપી ચાર્જર સાથે આવશે, જે માત્ર 90 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે, જ્યારે રિવર્સ મોડ ફીચર્સ બાઇકને પાર્ક કરવાનું સરળ બનાવશે. તેમાં બહેતર ડિજિટલ ડિસ્પ્લે, આરામદાયક સીટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, બિલ્ટ-ઇન લેગ ગાર્ડ, સેન્ટર સ્ટેન્ડ જેવી સુવિધાઓ છે. આ સિવાય તેને 160 કિલોમીટરની વિસ્તૃત રેન્જ પણ આપવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.