રાજકોટ: એક તરફ સૌરાષ્ટ્-ગુજરાત સહિત કોરોનાનો હાહાકાર મચ્યો છે હજુ કોરોનાની ગતિ માંડ થોડી મંદ પડી છે ત્યાં હવે ગુજરાતમાં મંડરાઈ રહેલા તૌકતે વાવાઝોડાનો ખતરા લઈને તંત્ર અલર્ટ થઈ ગયું છે. તૌકતેએ તંત્રને દોડતું કરી દીધું છે. સંભવીત વિસ્તારોમાં NDRF ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.ત્યારે આ માટે પશ્ચિમ ગુજરાત વીજ વિભાગને સજ્જ કરવા ઊર્જામંત્રી સૌરભ ભાઈ પટેલએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તૌકતેનો સામનો કરવા માટે પીજીવીસીએલ વિભાગની ટીમો સંપૂર્ણપણે સજ્જ છે.
કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય જાય તો ??
કોરોના મહામારી વચ્ચારે તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે કોવિડ હોસ્પિટલોમાં તૈયારીને લઈ ઊર્જામંત્રી સૌરભ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં કાર્યરત 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો કાયમ રહે તે માટે તકેદારીના પગલાં લેવાયા છે. 41 ઓક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક ફીડર બંધ થાય તો બીજા ફીડરથી વીજ પહોંચાડવા પણ તૈયારી કરી લેવાઈ છે. આ માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તૈયાર કરાયાં છે તો કોમ્યુનિકેશન નેટવર્ક પણ તૈયાર કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પોઇન્ટ પર નોડલ ઓફિસરોને નિમણૂક કરી દેવામાં આવ્યા છે. સાથે PGVCLની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત કરી દીધી છે. જરૂર પડ્યે જ એક કલાકમાં ઉત્તર ગુજરાતમાંથી ટીમો સૌરાષ્ટ્ર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.