રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ વીડિયો કોફરન્સમાં જિલ્લાની કામગીરીની વિગતો રજૂ કરી
અબતક, રાજકોટ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે વિવિધ જિલ્લામાં ચાલતી તૈયારીઓની સમીક્ષા માટે, આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની ચાલતી કામગીરીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યમાં જિલ્લા ચૂંટણી તંત્રો દ્વારા ચૂંટણી અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં ચૂંટણી સ્ટાફની તાલીમ, ઈ.વી.એમ. પરિવહન મેનેજમેન્ટ સહિતના હાથ ધરવાના કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર, ચૂંટણી શાખાના અધિકારીઓ, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.