કલેકટર, જિલ્લા મુખ્ય ન્યાયધીશ, એસપી, પોલીસ કમિશનર, જેલ અધિક્ષક સહિતના અધિકારીઓએ બેઠક યોજી
કારાવાસ ભોગવતા રાજકોટના 51 અને ગોંડલના ર પાક્કા કામના કેદીઓના રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યા
મધ્યસ્થ જેલમાં કારાવાસ ભોગવતા કેદીઓની મુક્તિ માટે ગઇ કાલે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા મુખ્ય ન્યાયધીશ ઉત્કર્ષ દેસાઈ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેલ અધિક્ષક બન્નો જોષી, સહિતના અધિકારીઓ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધ્યસ્થ જેલમાં કારાવાસ ભોગવી રહેલા પાક્કા કામ,Rajkot ,Gujarat ,SaurashtraNews ,life ,prisonersના કેદીઓની મુક્તિ માટે જેલ મુક્તિ સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં સારી ચાલ-ચલગત તથા જેલના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરનારા 14 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા કેદીઓની મુક્તિ માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ મિટિંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા મુખ્ય ન્યાયધીશ ઉત્કર્ષ દેસાઈ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, જેલ અધિક્ષક બન્નો જોષી, સમાજ કલ્યાણ અધિકારીઓ અને જેલર સહિતના સ્ટાફ દ્વારા રાજકોટના 51 અને ગોંડલના ર કેદીઓનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જેમાંથી ચર્ચા વિચારણા કર્યા બાદ સારી ચાલ ચલગત ધરાવતા કેદીઓને મુક્તિ આપવામાં આવશે.