શરીરને સ્વસ્થ રાખવા માટે એક્સાઈઝ જરૂરી છે.શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો જિમ, ડાયટ, કસરત વગેરે કરતાં હોય છે.ચાલવાને પણ એક સારી કસરત માનવમાં આવે છે. છે. દરેક વ્યક્તિ માટે વોકિંગ એક સારી એક્સાઈઝ છે. આ કસરત બાળકોથી માડીને વૃદ્ધો સુધી કોઈપણ કરી શકે છે. પાછળની તરફ ચાલવાથી સંતુલન સુધારવામાં પણ મદદ મળે છે.
સીધું ચાવલાને બદલે તમે જો રિવર્સ વોકિંગ કરો તો તમને વધુ ફાયદા થાય છે. રિવર્સ વોકિંગ થી શરીરનું સંતુલન બની રહે છે. રોજ 30 મિનિટ રિવર્સ વોકિંગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. રિવર્સ વોકિંગથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓ માથી રાહત મળે છે.
રિવર્સ વોકિંગથી વધુ કેલરી બર્ન થાય છે. રિવર્સ ચાલવાથી તમારું હૃદય આગળ વધવા કરતાં વધુ ઝડપથી પમ્પિંગ કરે છે, એટલે કે તમને કાર્ડિયો ફિક્સ, મેટાબોલિઝમ બૂસ્ટ અને ઓછા સમયમાં વધુ કેલરી બર્ન થાય છે.
કમરનો દુખાવા માથી રાહત
આમ તો રિવર્સ વોકિંગ શરીરને ઘણા ફાયદા થાય છે. રિવર્સ વોકિંગ કરવાથી તમારી કમરમાં લાંબા સમયથી થતા દુખાવામાંથી પણ રાહત મળે છે. જ્યારે તમે રિવર્સમાં ચાલો છો ત્યારે કમરની માંસપેશીઓની પણ એકસરસાઈઝ થાય છે. તે સિવાય રિવર્સ ચાલવાના કારણે કરોડરજજુનાં હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ માથી પણ રાહત મળે છે.
રિવર્સ વોકિંગથી તમારી ઘૂંટણ સાથે જોડાયેલી સમસ્યાઓ માથી પણ રાહત મળે છે. રિવર્સ વોકિંગથી ઘૂટણમાં દુખાવો, તણાવ અને સોજાની સમસ્યાથી રાહત મળે છે. આ ઉપરાંત જો પગમાં દુખાવો થતો હોય તો રિવર્સ વોકિંગ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.