હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક અને કેસોના ઝડપી નિકાલ માટે લેવાયો મહત્વનો નિર્ણય: મહેસુલની ત્રણ ટીમો દ્વારા સર્વે
રાજકોટને બરોડાની જેમ અતિઆધુનિક કોર્ટ બિલ્ડીંગ ફાળવવા વહિવટી તંત્ર દ્વારા જોરશોરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહેસુલ તંત્રને તાત્કાલિક સ્થળ નકકી કરવાના આદેશને પગલે તંત્ર દ્વારા ત્રણ ટીમો બોલાવી ત્રણથી વધુ સ્થળોએ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટની કોર્ટોમાં કેસોનું વધતુ જતુ ભારણ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કલેકટરને ઝડપથી કોર્ટની જમીનની ફાળવણી ધ્યાને લેવા આપેલા આદેશને પગલે મહેસુલી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથધરી કણકોટ, નવા રેસકોર્ષ અને ઘંટેશ્ર્વર સહિતના સ્થળોએ આશરે ૧૨ એકર જેટલી જગ્યા ફાળવવા માટે ત્રણ ટીમો બનાવી રીપોર્ટ કરવા જણાવ્યું છે. જેમાં એડીશનલ કલેકટર અને કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી રીપોર્ટ અપાયા બાદ ડિસ્ટ્રીકટ જજ, બાર એસોસીએશન અને તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ નકકી કરવામાં આવશે તેવું આધારભુત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,