પૂજ્ય ધીરગુરુદેવના અજ્ઞાનુવર્તી
સવારે વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતેથી નીકળી પાલખીયાત્રા : રામનાથપરા સ્મશાનગૃહ ખાતે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
ગોંડલ સંપ્રદાયના પૂ.જશુબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા છે જેને લઇ જૈન સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.આજરોજ સવારે તેમની પાલખીયાત્રા વૈશાલી નગર સ્થાનકવાસે જૈન ખાતે થયું રામનાથ સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી ત્યાં તેમનો દેહ પંચભૂતમાં વિલીનથયો હતો જેમાં જૈન સમાજના અગ્રણીઓ,સંઘો તથા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂજ્ય સમર્થ-નવલ મહાસતીજીના પરિવારના પૂજ્ય કુંદનબાઈ પુષ્પાબાઇ મહાસતીજીના પૂજ્ય જશુભાઈ મહાસતીજી 80 વર્ષની વયે ગઈકાલે રાત્રે 10:15 કલાકે કાળધર્મ હતા.મહાસતીજી ખૂબ સરળ,સેવાભાવી અને ઉચ્ચ ચારીત્ર્ય ધરાવતા હતા જેમની વિદાયથી જૈન સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે તેમની ગુણાનુવાદસભા તા.13 જુલાઈ ગુરૂવારના રોજ સવારે 9:30 કલાકે વિલેપારલેમાં પૂ.ગુરુદેવની નિશ્રામાં વૈશાલીનગર રાજકોટ ખાતે રાખવામાં આવી છે.આજરોજ સવારે વૈશાલીનગર સંઘ ખાતેથી સવારે 9 કલાકે તેમની પાલખીયાત્રા નીકળી હતી જેમાં જૈન સમાજના અગ્રણીઓ,સંઘો તથા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મહાસતીજીની વિદાયથી ગોંડલ સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છે : પ્રવીણ કોઠારી
ગોંડલ નવગઢ સ્થા. જૈન સંઘના પ્રમુખ પ્રવીણ કોઠારી જણાવે છે કે, આજરોજ ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ગુરુદેવ ના આજ્ઞાનુવર્તી પૂ. જશુબાઈ મહાસતીજી કાળધર્મ પામતા ગોંડલ સંપ્રદાયને એક મોટી ખોટ પડી છે આ એક જ મહિનામાં ગોંડલ સંપ્રદાયના બે સાધવીરત્નાઓએ વિદાય લીધી છે ત્યારે ચતુરવિદ સંઘ શોકની લાગણી અનુભવે છે.મહાસતીજીની પાલખીયાત્રામાં વિશાળ જન સમુદાય ઉપરાંત પૂજ્ય દેવેન્દ્ર મુની મહારાજ સાહેબ તથા યશ ઉત્તમપ્રાણ ગુરુદેવના સાધવિ રત્નોએ પણ આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને અમે પણ ગોંડલ સંપ્રદાયના 108 સંભોગતિ ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
મહાસતીજી ખૂબ સરળ,સેવાભાવી અને ઉચ્ચ ચારીત્ર્ય ધરાવતા હતા : જયશ્રી શાહ
અબતક સાથેની વાતચીતમાં જયશ્રી શાહ જણાવે છે કે,આજરોજ પૂજ્ય જશુબાઈ મહાસતીજી 80 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામ્યા છે તેમનો 50 વર્ષનો દીક્ષા પર્યાય હતો તેમની આ વિદાયથી ખૂબ દુ:ખની લાગણી અનુભવું છું.આવતીકાલે સવારે વૈશાલી નગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે 9:30 કલાકે તેમની ગુણાનુવાદ સભા રાખવામાં આવી છે.મહાસતીજી ખૂબ સરળ,સેવાભાવી અને ઉચ્ચ ચારીત્ર્ય ધરાવતા હતા અમને એમની સેવા કરવાનો મોકો મળ્યો તે અમારા માટે ખૂબ સદભાગ્યની વાત છે.પંચમહાવ્રત ધારીની સેવા નસીબવંતાને જ મળે છે.