મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં મહત્વના ચાર નિર્ણયો લેવાયા: એન.એ.પણ ઓનલાઈન અપાશે

આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં ખેતીની જમીનની માપણીનો રી-સર્વે કરવા તથા એન.એ.ઓનલાઈન આપવા સહિતના ચાર મહત્વના નિર્ણયો લેવાયા હોવાની જાહેરાત રાજયના મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલે કરી છે.

મહેસુલ મંત્રી કૌશીક પટેલે કહ્યું છે કે, પ્રમોલગેશન પછીના વાંધાઓનો નિકાલ ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવશે. ઉપરાંત સર્વેની માપણીમાં ભુલના કિસ્સામાં એજન્સી સામે રાજય સરકાર પગલા લેશે. હકકપત્રકમાં થયેલી નોંધણીમાં ફેરફાર કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, રી-સર્વેની કામગીરીને કેટલાક સ્થળે વિરોધ કરવામાં આવ્યો હતો.

સર્વેની કામગીરી ભુલ ભરેલી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ સરકાર સમક્ષ ઘટતુ કરવા માંગ ઉઠી હતી. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. વાંધાઓના તુરંત નિકાલ કરવાનો નિર્ણય તેમજ ભુલ કરનાર એજન્સીઓ સામે પગલા લેવાનો નિર્ણય સરકારે  લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.