વડલોપાર્જીત મિલ્કતનું કુલમુખત્યારના આધારે કરેલું વેંચાણ કોર્ટે રદ કરતા જેની સામે ખરીદનારે હાઇકોર્ટમાં દાદ માંતી તી
રાજકોટ સર્વે નં. ૪૭ અને ૪૮ પૈકીની ૪ એકર ૪૭ ગુંઠા જમીન બાબુભાઇ તંતીના ગુજરનાર પિતા વાઘજી અને પ્રભુદાસ તંતીના સંયુકત માલિકી આવેલી હોય અને પોતાના પ૦ ટકા હિસ્સો આવેલો છે અને દાવો દાખલ કરી આક્ષેપ કરેલો કે બાબુભાઇ પોતાના મોટાભાઇ મગનભાઇ તંતીને કુલમુખત્યારનામુ વહીવટ માટે આપેલું જેમાં શાંતાબેન વાઘજીભાઇની સહીના બદલામાં મગનભાઇ તંતીએ સહી કરેલી હતી જે કુલમુખત્યાર નામુ આપેલું હસુભાઇ પટેલે ચીમન ડોબરીયાને વેંચાણ દસ્તાવેજ કરી આપ્યાનું દાવા અરજીમાં જણાવ્યું હતું.
દાવો રદ કરવા ચીમનભાઇ ડોબરીયાએ અરજી કરેલી કે આ વેચાણ દસ્તાવેજના સાત વર્ષ બાદ ચેલેન્જ કરવામાં આવેલો છે. આ દાવો સ્ટ્રેટવે ડીસમીસ થવા પાત્ર છે. તેમજ આ બાબુભાઇએ આપેલું કુલમુખત્યારનામુ વર્ષ ૨૦૦૪ નું છે. જેના આધારે વર્ષ ૨૦૦૭ માં દસ્તાવેજ થયેલો છે. રેવન્યુ રેકર્ડ હકક પત્ર કે ખરીદનારના નામે નોંધ પણ દાખલ થયેલી છે. અને તે નોંધ તકરારી થઇ પ્રોસીડીગ્સમાં બાબુભાઇએ ભાગ લીધેલો છે. ચીમનભાઇ ડોબરીયાની અરજી સીવીલ કોર્ટે રદ કરતા સીવીલ કોર્ટના સદરહુ હુકમ સામે ચીમનભાઇ હાઇકોર્ટમાં રીવીઝન દાખલ કરી પડકારવામાં આવેલી જેમાં હાઇકોર્ટે હુકમમાં જણાવેલું કે તા. ૨૪-૭-૨૦૦૩ અને તા. ૩-૩-૨૦૦૪ ના કુલમુખત્યાર નામાઓ હસમુખભાઇ પટેલ અને મગન વાઘજીભાઇ તંતીની તરફેણમાં કરી આપવામાં આવેલા છે. પ્રથમ કુલમુખત્યારનામું વેચાણ કરવાની સતા આપતું કુલમુખત્યાર નામું ન હતું અને તેથી મગનભાઇ અને સવજીભાઇ પટેલને વેચાણ કરવાની સતા આપતું કુલમુખત્યારનામું કરી આપવા માટે સત્તા ધરાવતા ન હતા.
વડી અદાલતે એવું પણ ચુકાદામાં જણાવેલું છે કે જે વેચાણ દસ્તાવેજ સંબંધે તકરાર ઉ૫સ્થિત કરવામાં આવેલી છે તે વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૦૭ ના વર્ષનો છે અને આવો વેચાણ દસ્તાવેજ બાબુભાઇએ જ તેમના કુલમુખત્યાર મારફતે કરી આપેલો છે. બાબુભાઇ તેને આઠ વર્ષ બાદ ચેલેન્જ કરે છે ત્યારે આવા વેચાણ દસ્તાવેજની હકીકત નીચેની અદાલતે ઘ્યાને લીધા સિવાય સીપીસી ઓર્ડર-૭, રૂલ-૧૧ ની અરજી રદ કરવામાં ગંભીર ભૂલ કરેલી છે. હાઇર્કોેર્ટ રીવીઝનના આખરી નિર્ણય થતાં સુધી નીચેના અદાલતના દાવાના પ્રોસિડીગ્સ સ્ટે કરેલો છે. આ કામના પ્રતિવાદી હસમુખભાઇ પટેલ અને ચીમનભાઇ ડોબરીયા વતી ધારાશાસ્ત્રી અર્જુન પટેલ, મુકેશ ગોંડલીયા, સત્યજીત ભટ્ટી તથા હાઇકોર્ટ એડવોકેટ આશીષભાઇ ડગલી રોકાયેલા છે.