ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે કાલે સાંજે કાર્યક્રમ: 400થી વધુ રેવન્યુ પ્રેકટીશનરો રહેશે ઉપસ્થિત
રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.ના હોદેદારો તથા કારોબારી સભ્યોની મીટીંગમાં તાજેતરમાં સીનીયર ધારાશાસ્ત્રી અનીલભાઈ દેશાઈની ‘ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ’ સેલના સહ સંયોજક તરીકે નિમણુંક થતા આ નિમણુંકને આવકારવાં અભિવાદનનો કાર્યક્રમ કાલ તા.1ને શુક્રવારના રોજ સાંજે 7.30 કલાકે ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.ના હોદેદારોએ કાર્યક્રમની વિગતો આપી હતી.
ગત તા.28 ના રોજ રેવન્યુ પેકટીશનર્સ એશોશીએશનના પ્રમુખ દિલીપભાઈ જે . મીઠાશી એડવોકેટ તથા ઉપપ્રમુખ એન . જે . પટેલ એડવોકેટના અધ્યક્ષ સ્થાને રેવન્યુ પ્રેક્ટીશનર્સ એશોસીએશનના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની એક મીટીંગ મળેલી હતી જે બેઠકમાં સીનીયર ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઈની ” ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ ” ના સહસંયોજક તરીકે નિમણૂંક ક2વામાં આવેલ છે તે નિમણૂંક ને લઈને તેમના અભિવાદનનો કાર્યક્રમ રાખવાનો પ્રસ્તાવ પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવતા તમામ હોદ્દેદારો તથા સભ્યોએ તેમના પ્રસ્તાવને અતિ ઉત્સાહ થી વધાવતા આજની મીટીંગમાં તેમના અભિવાદનનો કાર્યક્રમ તા . 1-7 શુક્રવારના રોજ સાંજે 7-30 કલાકે ” ધ ગ્રાન્ડ ઠાકર ” જયુબીલી સામે રાખવાનું નકકી કરેલ છે તથા તે અંગેની જાણ એશોસીએશનના તમામ સભ્યોને સોશીયલ મીડીયા તથા મોબાઈલ ધ્વા2ા જાણ કરવામાં આવેલ છે .
આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રમુખ તથા ઉપપ્રમુખના આદેશને ધ્યાને લઈ તમામ એડવોકેટ મિત્રો જી . એલ . રામાણી , કિશોરભાઈ સખીયા , હિતેશ જી . મહેતા , દિલેશ જે . શાહ , કેતન ગોસલીયા , રાકેશ ગૌસ્વામી , આર . ડી . ઝાલા , ભાવેશ રંગાણી , કેતન મંડ , અશ્વિન સેખલીયા , નીલેશ પટેલ , મહેશભાઈ સખીયા વિગેરે તમામ વકીલ મીત્રોએ પોતપોતાની જવાબદારી ઉપાડી સીનીયર ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઈના અભિવાદનના કાર્યક્રમને ઉત્સાહપૂર્વક એકદમ સરસ રીતે એકબીજાનો સહકાર મેળવીને સફળ બનાવવા માટે મહેનત ચાલુ કરેલ છે . આ કાર્યક્રમમાં રેવન્યુ પ્રેકટીશ કરતા તમામ એડવોકેટ મીત્રોને પધારવા માટે રેવન્યુ પ્રેકટીશનર્સ એશોશીએશન ધ્વારા અપીલ કરવામાં આવે છે.
લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈની વરણીને આવકારતા પૂર્વ સહ સંયોજક પટેલ
પ્રદેશ ભાજપા લીગલ સેલનાં પ્રદેશ સંયોજક જે. જે. પટેલ દ્રારા પ્રદેશ ભાજપા પ્રમુખ સી. આર. પાટીલ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સહ સંયોજક તરીકે સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને સિનીયર વકિલ અનિલભાઈ દેસાઈની નિમણૂંક આપતા આ નિમણૂંકને પ્રદેશ કારોબારી સદસ્ય હિતેષભાઈ દવે, પુર્વ સહ સંયોજક દિલીપ પટેલ, રાજકોટ મહાનગર લીગલ સેલના સંયોજક અંશ ભારદ્વાજ, સહ સંયોજક અને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ સી. એચ. પટેલ, સદસ્યતા અભિયાન પ્રભારી અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, સહ પ્રભારી અજય પિપળિયા, વિધાનસભા સંકલન પ્રભારી અશ્વિન ગોસાઈ, કારોબારી સંચાલક હરેશ પરસોંડા, સંપર્ક પ્રમુખ ધર્મેશ સખિયા, રેલ્વે બાર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ વ્યાસ, મહિલા બાર એસોસિએશનના પ્રમુખ મહેશ્વરીબેન ચૌહાણ, ક્રિમીનલ બાર એસોસિએશનના પ્રમુખ તુષાર બસલાણી, નોટરી બાર એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ કિશન ટિલવા, સેનેટ સભ્ય કપિલ શુકલા, મનિષભાઈ ખખ્ખર, તેમજ રૂપરાજસિંહ પરમાર, મૌલિક ફળદુ, જયેશ બોઘરા, એન. ડી ચાવડા, નયન વ્યાસ, દિલીપ જોષી,
સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના વકીલોના મહાસંમેલનમાં ઉમટી પડવા દિલીપભાઈની એડવોકેટોને હાંકલ
અમિતાબેન સિપિ, વિજય ભટ્ટ, જતિન ઠકકર, એ. ટી. જાડેજા, સુરેશભાઈ ફળદુ, પન્નાબેન ભુત, અશ્વિન મહાલિયા, રેખાબેન પટેલ, દિવ્યેશ છગ, અમૃતાબેન ભારદ્વાજ, નિવિદભાઈ પારેખ, જીતેન્દ્રસિંહ પરમાર, કે.સી. ભટ્ટ, નયનાબેન ચૌહાણ, હર્ષદ બારૈયા, નૃપેન ભાવસાર, વિરેન રાશિંગા, કેતન મંડ, વિમલ ડાંગર, કિશન રાજાણી, બિનલબેન મહેતા, પ્રતિક વ્યાસ, શૈલેષ સુચક, લક્ષ્મિબેન જાદવ, મૌલિક જોષી, મિનાક્ષીબેન દવે, સુમિત વોરા, દિપક લાડવા, પ્રગતિ માકડિયા, ચાંદનીબેન શીલુ, હીરલ જોષી, રશ્મિબેન પટેલ, રેખાબેન હરખાણી, સીમાબેન કકર, માલવિકાબેન ભટ્ટ, નમ્રતાબેન ભદોરીયા, જીતેન્દ્ર પારેખ, હેમલ કામદાર, જીતેન્દ્રસિંહ જાડેજા, બરતભાઈ બદાણી,સ2કા2ી વિકલો સ2કા2ી વકિલો દિલીપ મહેતા, કમલેશ ડોડિયા, અતુલ જોષી, સ્મિતાબેન અત્રિ, આબિદ સૌશન, રક્ષિત કલોલા, અનિલ ગોગિયા, સમીર ખીરા, તરૂણ માથુર, મુકેશ પિપળિયા, બિનલબેન રવેશિયા, પ્રશાંત પટેલ, પરાગ શાહ વિગેરેએ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને તા.09-07-2022ના રોજ સ્વામીનારાયણ મંદીર, બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજીત આગામી સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના વકિલોના મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ સંયોજક જે. જે. પટેલ, સહ સંયોજક અનિલભાઈ દેસાઈ અને દિપક જોષીની આગેવાની અને પ્રદેશ ભાજપા, ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી. આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાનાર વિકલોના મહા સંમેલનમાં લીગલ સેલ રાજકોટ મહાનગર, ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન અને રેવન્યુ બાર એસોસિએશન રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છના દરેક વકિલોને ખાસ હાજર રહેવા અનુરોધ કરાયો છે.