મહામંડળની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જાહેર કરાયો લડતનો કાર્યક્રમ: ૧૨મીએ ગાંધીનગરમાં રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ ઉમટી પડીને રેલી કાઢશે: જીપીએસસીની પરીક્ષામાં સોંપાયેલી ફરજનો બહિષ્કાર
મહેસુલી કર્મચારીઓએ પડતર પ્રશ્ર્નના ઉકેલની માંગ સો તાજેતરમાં વર્ક ટુ રૂલ આંદોલન શરૂ કર્યું હતું. બાદમાં આગામી કાર્યક્રમ આજરોજ યોજાનાર મહામંડળની બેઠકમાં નિર્ધારીત કરવાનું નક્કી કરાયું હતું. આજે મળેલી આ બેઠકમાં લડતનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મહેસુલી કર્મચારીઓ ૯મીથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે. બાદમાં ૧૨મીએ રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડીને વિશાળ રેલી પણ કાઢવાના છે.
રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ પોતાના ૧૭ જેટલા પડતર પ્રશ્ર્નોને લઈ અનેક વખત સરકારને રજૂઆત કરી ચૂકયા છે. તેમ છતાં સરકાર તરફી પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા લડતનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ એલાન મોકુફ રાખી દેવાયું હતું. ત્યારી આજ સુધી એક પણ પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું ન હોય. મહેસુલી કર્મચારી મહામંડળે ગત તા.૨૬ નવેમ્બરના રોજ રાતો રાત વર્ક ટુ રૂલ આંદોલનની જાહેરત કરી હતી. જેમાં કર્મચારીઓને વધારાની કામગીરીનો બહિષ્કાર કરવાની સુચનાઓ મહામંડળ દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ ગાંધીનગર ખાતે રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની બેઠક મળી હતી. જેમાં લડતનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ ૯ ડિસેમ્બરી સમગ્ર રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. આ સો તે જ દિવસે જિલ્લા કક્ષાએ તમામ કર્મચારીઓ રેલી અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ આપવાના છે. ત્યારબાદ તા.૧૨ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ એકઠા થઈને રેલી યોજવાના છે. આ સો મહામંડળે મહેસુલી કર્મચારીઓ જીપીએસસીની પરીક્ષામાં તેમજ રજાના દિવસોમા અને નવમી સુધી સાંજે ૬:૧૦ કલાક બાદ ફરજ બજાવશે નહીં તેવી પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.