ઉત્પાદન વધુ થયું હોવાથી ભાવમાં ઘટાડો: ઓછા ભાવ મળવાથી ખેડુતોમાં નારાજગી
માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે ઘંઉ, ચણા અને મગફળીનોની ભરપુર આવક થઇ રહી છે ખેડુતોને ઘંઉનો ભાવ ખુબ જ ઓછો મળે છે. ઘંઉનો ટેકાના ભાવ રૂ ૩૪૭ છે. જયારે ખેડુતોને ૩૧૦ થી ૩૧૫ જેટલા ભાવ મળે છે. એટલે કે ટેકાના ભાવથી પણ ઓછા ભાવ મળી રહ્યા છે.
ચણાની આવક ખુબ જ વધુ જોવા મળી કારણ કે ચણામાં વાવેતર વધુ હતું. કે જેથી ઉત્૫ાદન પણ વધુ આવ્યું હતું. જેથી માર્કેટીંગ યાર્ડમાં ચણાની જેટલી આવક હોવી જોઇએ. તેનાથી બમણી આવક જોવા મળી રહી છે. અત્યારે ચણાની આવક ૩૦,૦૦૦ થી ૩પ,૦૦૦ મણ છ. જેના કારણે ભાવમાં પણ અત્યંત ઘટાડો જોવા મળે છે. ખેડુતોને જે વળતર પ્રાપ્ત થવું જોઇએ તે મળતું નથી. અત્યારનો ભાવ ૬૫૫ રૂ થી ૯૮૦ રૂ છે. પરંતુ ૬૦૦ જેટલો ખર્ચ તો ખેડુતને ચણાના ઉત્પાદન માટેનો થાય છે. ચણા ભાવ ૯૦૦ થી ૧૦૦૦ હોવો જોઇએ. હાલના સમયમાં ખેડુતો નુકશાની વેઠી વેચાણ કરી રહ્યા છે.મગફળીન આવક હાલ ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ ગુણી જેટલી છે. ઉપરાંત ભાવ ૬૧૫ રૂ થી ૭૨૫ છે. સરકારે મગફળીની ખરીદી બંધ કરી હોવાના કારણે માર્કેટીંગ યાર્ડમાં અત્યારે મગફળીની ભરપુર આવક જોવા મળી રહી છે.
ખેડુતોએ પોતાના ભાગીદારોને છુટા કરવાનાં હોય છે. ઉપરાંત લગ્ન સીઝન હોવાથી પૈસાની જરુરીયાત રહે છે. માટે ખેડુતોને છુટક ભાવે મગફળીનું વેચાણ કરવાની ફરજ પડે છે. સરકારે જે મગફળી ૯૦૦ થી ખરીદી કરી હતી તે મગફળી યાર્ડમાં માત્ર રૂ. ૬૦૦ થી ૭૦૦ રૂ માં વેચીને ખેડુતો નુકશાની ભોગવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,