દશ માસમાં રૂા.140.35 કરોડની આવક થઇ
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી- 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.01 થી તા.28 ફેબ્રુઆરી સુધીમાં રૂ.12.25 ની આવક કરેલી છે. તા.23/06/2021 થી તા.28/02/2022 સુધીમાં રૂ.109,84,01,808/- (એકસો નવ કરોડ ચોર્યાસી લાખ એક હજાર આઠસો આઠ પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.
આ રીતે તા.01/04/2021 થી તા.28/02/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.140,35,24,532/- (એકસો ચાલીસ કરોડ પાત્રીસ લાખ ચોવીસ હજાર પાંચસો બત્રીસ પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.
હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.