સેન્ટર ઓફ એક્સલન્સ, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2014 થી કાર્યરત છે. આ સેન્ટરમાં જુદી જુદી કંપનીઓ જેવી કે ફાર્મા, કેમિકલ, પેસ્ટીસાઈડસ, ફૂડ વગેરે માટે એનાલિસિસ તેમજ રિસર્ચ માટે જુદા જુદા પ્રકારના સોફેસ્ટીકેટેડ ઇસ્યુમેન્ટ રહેલ છે જેવા કે, એનએમઆર, જીસી-એમએસ. સીંગલ ક્રિસ્ટલ એક્સઆરડી, એચપીએલસી, ટીજીએ, ડીએસસી વગેરે આ સોફેસ્ટીકેટેડ ઇન્સ્ટમેન્ટની કિંમત પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે જેથી નાની કંપનીઓ/ઇન્ડસ્ટ્રી તેને ખરીદી શકતી નથી તેમજ તેને મેઇનટેઇન કરવાનો ખર્ચ પણ વધારે હોય છે માટે જ સેન્ટર ઑફ એક્સિલન્સનો મુખ્ય હેતુ આવી ફાર્મા, કેમિકલ, પેસ્ટીસાઈડસ, ફૂડ કંપની/ઇન્ડસ્ટ્રીને આ ઇન્સ્ટમેન્ટની ફેસીલીટી પૂરી પાડવાનો છે તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને પૂરા દેશના વિદ્યાર્થીઓને રિસર્ચ માટે જે ઉપયોગી એનાલિસિસ કરવાનું હોય છે તે માટે પણ સેન્ટર ઓફ એક્સિલન્સમાં રહેલ ઇસ્યુમેન્ટ ઉપયોગમાં આવે છે.
સેન્ટર ઓફ એક્સિલન્સ માં છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે 2018-19, 2019-20 અને 202021માં આશરે રૂા.1 કરોડથી પણ વધારે ઇન્કમ થયેલ છે, જેમાં સૌથી વધુ ઇન્કમ એનએમઆર ઇન્સ્ટમેન્ટ દ્વારા થયેલ છે અને બાકીની ઇન્કમ અન્ય ઇન્સ્ટમેન્ટ દ્વારા થયેલ છે, આ ત્રણ વર્ષમાં આશરે 13000 જેટલા સેમ્પલ અનાલિસીસ કરવામાં આવેલ છે. આ સેમ્પલ જુદી જુદી ફાર્મા, કેમિકલ, પેસ્ટીસાઈડસ, ફૂડ કંપનીઑ/ઇન્ડસ્ટ્રીઑ દ્વારા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આખા ભારતમાંથી અલગ અલગ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ અને રિસર્ચસ્કોલર માટે એનાલિસિસમાં 50%નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે અને ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રિસર્ચસ્કોલર માટે 75% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આ સેન્ટર દ્વારા સ્કીલ ઈન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓને ઇન્સ્ટમેન્ટ પર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેમકે વર્ષ 2018-19 માં મારવાડી યુનિવર્સિટી ના 09 વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી થી એપ્રિલ સુધી ઇન્સ્ટમેન્ટ પર ટ્રેનિંગ આપવામાં આવેલ તેમજ આત્મીય યુનિવર્સિટીમાંથી સમર ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત તા. 10 મે થી 10 જૂન સુધી 07 વિદ્યાર્થીઓએ ઇન્સ્ટમેન્ટ પર ટ્રેનિંગ મેળવેલ હતી ત્યારબાદ વર્ષ 2019 મે મહિનામાં એમ. એન. વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટમાંથી 08 અને આત્મીય યુનિવર્સિટીમાંથી 07 વિદ્યાર્થીઓએ ઇન્સ્ટમેન્ટ ટ્રેનિંગ લીધેલ હતી.
હાલમાં જ સેન્ટર ઓફ એક્સિલન્સમાં કમિટી મેમ્બરની મિટિંગ મળેલ હતી જેમાં ભવિષ્યની યોજનાઓ તેમજ વધારાના એકેડેમિક ઇન્સ્ટમેન્ટ પ્રોગ્રામના સિલેબસ, ઇન્કમ વધારવા નવી નવી કંપનીઓની વિઝિટ કરી આ સેન્ટર વિષે માહિતગાર કરવા, તેમજ જે પ્રેક્ટિકલ વર્ક કંપનીઓમાં થાય તેજ કામની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કરી નવા સિલેબસ બનાવવા જેના દ્વારા વિદ્યાર્થીઓને સારી નોકરીની તકો મળી રહે અને મોટી મોટી કંપનીઓમાં સરળતાથી ઇન્સ્ટમેન્ટ હેન્ડલ કરી શકે. મિટિંગમાં આગામી વર્ષ માટે એકેડેમિક કેલેન્ડર પણ મૂકવામાં આવેલ હતું જેમાં સેન્ટર દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવશે.આમ સેન્ટર ઓફ એક્સિલન્સ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર તેમજ નાની-મોટી ફાર્મા, કેમિકલ, પેસ્ટીસાઈડસ, ફૂડ વગેરે જેવી કંપનીઓ/ઈન્ડસ્ટ્રી માટે એનાલિસીસ માટેની ફેસીલીટી પૂરી પાડે છે. તેમજ ઈન્કમ પણ જનરેટ કરે છે.