નવા લસણના બે દાગીના આવ્યાં: ભાવ રૂ.801 ઉપજ્યો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજ નવી જણસીની આવક થઇ રહી છે. યાર્ડમાં આજે નવા લસણના બે દાગીનાની આવક થવા પામી હતી. પ્રતિ 20 કિલો લસણના ભાવ 800 રૂપિયા ઉપજ્યા હતાં. વેપારીઓ અને યાર્ડના ડિરેક્ટરોએ એકાબીજાના મોંઢા મીંઠા કરાવીને નવી આવકના વધામણાં કર્યા હતાં.
યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર આજથી નવા લસણની આવક શરૂ થવા પામી છે. પ્રથમ દિવસે નવા લસણના કુલ બે દાગીના આવ્યા હતાં. 20 કિલો લસણનો ભાવ 801 બોલાયો હતો. નવી જણસીની આવક શરૂ થવાના કારણે વેપારીઓમાં ભારે રાજીપો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ યાર્ડમાં મરચાંનો ઉભારો થઇ ગયો હોવાના કારણે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મરચાંની આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે મગફળીની આવક ઘટતાં હવે 24 કલાક નવી મગફળીનો સ્વિકાર કરવામાં આવી રહ્યો છે. આજે રાત્રે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લસણની જણસી સ્વિકારવામાં આવશે.