મગફળીની આવક માત્ર ગુણીમાં જ સ્વિકારાશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં અનિશ્ર્ચિત મુદ્ત સુધી ચણા અને વટાણાની આવક બંધ કરવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુઘી ચણા તથા વટાણાની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. તેમજ કાળા તલ, સફેદ તલ તથા મગફળીની આવક આજ રોજ રાત્રીના 10.00 થી સવાર ના 8.00 વાગ્યા સુધી જગ્યા હશે ત્યાં સુધી આવવા દેવામાં આવશે, ત્યારબાદ દલાલની દુકાને ઉતરવાની રહેશે, તેમજ મગફળીના પાલને પ્રવેશ આપવામાં આવશે નહી, આવક ફક્ત ગુણીમાં આવવા દેવામાં આવશે, મગફળી પાલની હરરાજી લેવામાં આવશે નહિ. તલની ફેરવાઇ આવકની સાથે કરવાની રહેશે, આ સિવાયની બાકીની તમામ જણસીઓની આવક રાબેતા મુજબ ચાલુ છે.
તેમજ તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવશે, જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી. તેમજ સંભવિત વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને જણસીઓ સલામત રીતે ઢાંકીને લાવવાની રહેશે.