સેવા સેતુ કાર્યક્રમ ધ્વારા ૧ કરોડ ૧૨ લાખ લાભાર્થીઓના પ્રશ્નોનો નિકાલ કરાયો : સેવા સેતુનો બીજો તબક્કો શરૂ કરાશે : મહેસુલ મંત્રી

વડોદરા જિલ્લાના આઠમા ઓપન હાઉસમાં ૯૬ અરજદારોને બીન ખેતી અને જમીન સંબંધિત પ્રકરણોના ૧૧૭ જેટલા આદેશોનું લાભાર્થીઓને કર્યુ વિતરણ

સરકારી જમીનોના સંરક્ષણ માટે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિતની વિવિધ પહેલો માટે જિલ્લા કલેકટર અને ટીમ વડોદરાને આપ્યા અભિનંદન

9IMG 8599રાજ્યના મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે, કલેકટર કચેરી, વડોદરા ધ્વારા પારદર્શક અને લોકલક્ષી અભિગમના ભાગરૂપે યોજવામાં આવેલા આઠમા ઓપન હાઉસમાં, વડોદરા જિલ્લામાં સેન્ટ્રલ યુનીવર્સીટીનું કેમ્પસ બનાવવા માટે ૧૦૦ એકર સરકારી જમીનની ફાળવણીનો આદેશ અર્પણ કર્યો હતો. રૂ.૧૬.૩૦ કરોડથી વધુ કિંમતની આ જમીનનો ફાળવણી આદેશ સેન્ટ્રલ યુનીવર્સીટીના કુલપતિશ્રી એસ.એ.બારીએ સ્વીકાર્યો હતો અને સંસ્થાવતી મંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. આ ઓપન હાઉસમાં ૯૬ જેટલા અરજદારોને સનદ, એનએ, અપીલ, ગણોતધારા તેમજ નવી શરત-જુની શરતના હુકમો પ્રદાન કરવામાં આવ્યા હતા. અરજદારોએ પારદર્શક અભિગમ અને સુસંકલીત-ઝડપી પ્રશાસન માટે રાજ્ય સરકારને અભિનંદન આપવાની સાથે મંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું.

9IMG 8608 તે પછી મંત્રીશ્રીએ મહેસુલી અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને સરળ, પારદર્શક અને ઝડપી વહિવટનું માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે ધારાસભ્યશ્રીઓ સાથે મહેસુલી બાબતોનો વિચાર વિમર્શ કર્યો હતો. અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

સરકાર જનતાને ધ્વારના અભિગમ હેઠળ મુખ્યમંત્રીશ્રી પ્રેરીત પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૧ કરોડ ૧૨ લાખ લોક પ્રશ્નોનું નિરાકરણ આણવામાં આવ્યું અને આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ બનાવવા, સુધારા-વધારા કરવા જેવી ૨૦ બાબતોમાં લોકોની વિપદા ટળી એવી જાણકારી આપતાં મહેસુલ મંત્રીએ જણાવ્યું કે સેવા સેતુથી લોક સમસ્યાઓના ઝડપી નિકાલના મળેલા સારા પરિણામોને અનુલક્ષીને તેનો નવો તબક્કો યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમણે ટીમ વડોદરાને સેવા સેતુ કાર્યક્રમ ધ્વારા ૩.૧૨ લાખ અરજદારોને લાભો આપવા માટે અભિનંદન આપ્યા હતા.

9IMG 8590

જમીન સંબંધિત બાબતોના પારદર્શક નિરાકરણના કાર્યક્રમ ઓપન હાઉસને ખૂબ જ સફળતા મળી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપન હાઉસ યોજવામાં આવી રહ્યાં છે એમ તેમણે જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર લોકોને ધ્વારનો અભિગમ રાજ્ય સરકારના તમામ વિભાગોએ અપનાવ્યો છે અને મહેસુલ વિભાગે તેના હેઠળ નવી પહેલો કરી છે અને વ્યવસ્થાઓ ગોઠવી છે.

9IMG 8574

મહેસુલ મંત્રીએ સરકારી જમીનો પર દબાણ શોધીને તેના નિવારણ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ખેતીથી ખેતીની ૧૫ વર્ષ થઇ ગયા હોય તેવી નવી શરતની જમીનોને જુની શરતમાં ફેરવવાના તમામ પડતર કેસોનો નિકાલ કરવો જેવી સિધ્ધિઓ માટે જિલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલ અને ટીમ વડોદરાને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલે જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ પહેલોની જાણકારી આપતાં જણાવ્યુ કે તકરારી કેસોના નિકાસની ઝુંબેશ હેઠળ ૬ માસથી વધુ જુના હોય તેવો કોઇ કેસ જિલ્લામાં પડતર નથી. ટૂંક સમયમાં મહેસુલ વિભાગમાં પણ ઓનલાઇન એનએની વ્યવસ્થા શરૂ કરાશે. નિવાસી અધિક કલેકટરશ્રી એમ.જે.દવેએ સહુને આવકાર્યા હતા.

9IMG 8569આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી યોગેશભાઇ પટેલ, શૈલેષભાઇ મહેતા, મનીષા બહેન વકીલ, સીમા બહેન મોહિલે, મહેસુલી અધિકારીઓ, પદાધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

9IMG 8605

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.