ધોરાજીનાં ખ્વાજા સાહેબની દરગાહ પાસે બહારપુરા વિસ્તારમાં રેવન્યુની માલિકીની જગ્યામાં ગેરકાયદેસરનું દબાણ દૂર કરી સામાન્ય નાગરિકોને સુલભ સુવિધા આપવા બાબતે લતાવાસીઓ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

ધોરાજીનાં ખ્વાજા સાહેબની દરગાહ પાસે બહારપુરા વિસ્તારમાં ભરવાડ પાળ અને નદી બજાર ઉર્સ મેળા વાળાં ગ્રાઉન્ડ તરીકે ઓળખાતો જગ્યા રેવન્યૂ શાખા ની માલિકીની છે જેને ખરેખર કોઈ સારાં કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાની હોય છે જેને બદલે અહીં નાં આવારા તત્વો દ્વારા આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી ભંગાર નો વેપાર શરૂ કરી દીધેલ છે.

જેને લીધે કાયમી તથા ઘણાં જુના વાહનો નાં રાત દિવસ ભંગાણ કરવામાં આવે છે અને ભંગાણ કરતી વેળાએ જોરશોરથી આવાજ કરે છે જેથી વધું માત્રામાં પ્રદુષણ ફેલાય છે અને કોઈ વખત આ બાબતે નાની મોટી રકઝક થાય છે.

સમજાવા છતાં લતાવાસીઓને ખુલ્લી ધમકી આપવામાં આવે છે સ્થાનિક લોકોને ભારે હેરાન પરેશાન વેઠવી પડે છે ચાલવા માટે નાનાં બાળકો મોટી ઉમરના વૃધ્ધો ચાલી શકતાં નથી જેવી અનેક તકલીફો પડે છે. જેથી આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને આ બાબતે ઉચ્ચસ્તરીય રજુઆત કરી પણ નક્કર પરીણામ આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.