અંતે રાયજીનગર કોમર્શીયલ કોમ્પલેક્ષમાં રીવીઝન અરજી ફગાવતા સ્થાનીકોનો વિજય

જુનાગઢ થોડા સમય પહેલા રાયજીનગર કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ખુબ મોટો વિવાદ સર્જાયો હતો મનપાના સતાધીશોએ આ વિસ્તારમાં રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ જમીન પર કોમર્શીયલ બિલ્ડીંગ ઉભુ કરવામાં આવી રહ્યું હતું. જુનાગઢના ક્રીમ એરીયા ગણાતા આ વિસ્તારમાં મનપાના સતાધીશોની મીઠી નજર તળુ કામધેનું કોમર્શીયલ કોમ્પલેક્ષના નામથી બાંધકામ શરુથતાં સ્થાનીક રહેવાસીઓમાં આ અંગે વિરોધનો શુર ઉઠયો હતો. કોર્પોરેશનને કરેલી ગેરકાયદેસર બાંધકામ મંજુરીને રદ કરવા સ્થાનીકોએ છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો બાદ કલેકટરના આદેશના પગલે આ બાંધકામ અટકાવવા મનાઇ હુકમ આપ્યો હતો.

સ્થાનીકોએ આ બાંધકામને તોડી પાડવા અરજી કરવામાં આવી હતી. જયારે બિલ્ડરે મહેસુલ વિભાગને સચિવ સમગ્ર રીવીઝન અરજી દાખલ કરી કલેકટરના હુકમને રદ કરવા માંગણી કરી હતી મહેસુલ વિભાગે સુનાવણી દરમિયાન આ રીવીઝન અરજીને ફગાવી દેતા શહેરની બીલ્ડર લોબીમાં કંપારી છુટી જવા પામી હતી.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના રાયજીનગરના શાંત રહેણાંક વિસ્તારમાં પાંચ માળનું વિવાહી કામધેનુ કોમર્શીયલ કોમ્પલેકસ બિલ્ડર દ્વારા ઉભુ કરવા પ્રયાસ થતા અને કોર્પોરશને સંપૂણે કાનુની મંજુરી છુટક દુકાનોના નામે તે સામે રાયજીનગરમાં ભયંકર આક્રોશ ઉભો થયેલો હતો જુનાગઢ શહેરમાં રાયજીનગર રહેણાંક હેતુ માટેનું સર્વોત્તમ શાંતિનું સ્થળ છે. અને જુનાગઢ ની ક્રિમ પબ્લીકના બંગલાઓ ત્યા આવેલા છે. આવા વિસ્તારની શાંતિને ડોળવાનો પ્રયાસ કરીને બીલ્ડર ગૌરવ  ચંદ્રકાંત રુપારેલીયાએ રાયજીનગર શોપીંગ સેન્ટરથી પાછળ સંપૂર્ણ પણે કોમર્શીયલ બિલ્ડીંગ પાંચ માળનું મુકેલ અને રાયજીનગરના રહેવાસીઓ દ્વારા કલેકટર, કમિશ્નર વિગેરેમાં અરજ અહેવાલો શરુ કરેલા અને રાયજીનગર કોમર્શીયલ કોમ્પલેકસ વિરોધી અભિયાનનો દોર રાયજીનગરની મહીલાઓએ સંભાળેલ હતો બાદ માં ઉચ્ચ કક્ષાએથી

આ મંજુરી રદ કરવા આદેશો થવા છતાં મનપા દ્વારા કોઇ નિર્ણય ન કરાતા જોઇ ચોકી ગયા હતા અને રોજ કામ બાદ તુરંત બાંધકામ પર મનાઇ હુકમ ફરમાવી દીધેલ બાદમાં આ મહીલા મંડળના અગ્રણી પ્રજાબેનએ આ અંગે સામા પક્ષે બિલ્ડર ગૌરવ ચંદ્રકાંત રુપારેલીયાએ આ અરજી સામે કોમર્શીયલ બાંધકામ માટે રીવીઝન દાખલ કર્યુ હતું. સોસાયટીની મંજુરી વગર થયેલા બાંધકામ રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ જમીન પર થતું હોય બિલ્ડરે કરેલ રીવીઝન અરજીને ફગાવી દેતા સ્થાનીક રહેવાસીઓનાી આ લડાઇમાં આને મોટો વિજય ગણાવી આ ચુકાદોાને આવકારેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.