રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિનખેતી સમયે જ એક સો ૨૦ વર્ષની મહેસુલ વસુલાત કરવા સુચન
રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોમાં બાકી મહેસુલ વસુલાતનો આંકડો ૩.૫૮ કરોડને આંબી ગયો છે ત્યારે મહેસુલ વિભાગના આરઆઈસી દ્વારા બાકી મહેસુલ વસુલાત મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજના આજે ત્રણ નાયબ મામલતદારો ગાંધીનગર દોડી ગયા છે. બીજી તરફ નાની રકમની મહેસુલ વસુલાતનું આરટીઓની માફક લમસમ વસુલાત કરવા માટેની દરખાસ્ત પણ અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં પૂર્વ, પશ્ર્ચિમ, દક્ષિણ, મામલતદાર જસદણ, ઉપલેટા, ગોંડલ, ધોરાજી અને જેતપુર પાલિકા વિસ્તાર મળી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોી કરોડો રૂપિયાની મહેસુલ વસુલાત બાકી રહે છે. છેલ્લા આંકડા મુજબ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૩,૫૮,૪૭,૬૭૮ કરોડની મહેસુલ વસુલાત બાકી છે. આ સંજોગોમાં રાજયના મહેસુલ વિભાગના રેવન્યુ ઈન્સ્પેકશન કમિશન દ્વારા પારા રીમાર્ક સો મહેસુલ વસુલાત કેમ ની કરાતી તેવા સવાલો ઉઠાવી આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજતા ત્રણ નાયબ મામલતદારો ગાંધીનગર દોડી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજય સરકારને મહત્વનું સુચન કરી જયારે પણ બિનખેતી ાય ત્યારે જ એક સો ૨૦ વર્ષની જમીન મહેસુલની રકમ વસુલ કરી લેવામાં આવે તો બાકી મહેસુલ વસુલાતનો મુદ્દો હળવો બને તેમ હોવાનું જણાવાયું હતું. જો કે હજુ સુધી મહેસુલ વિભાગ દ્વારા આ સુચન મામલે કોઈ દિશા નિર્દેશ અપાયા ન હોવાનું જાણવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com