સમયની સાથે બદલાવ આવતા રેવન્યુ કાયદામાં સુધારો અને ઓનલાઇન કામગીરી કરવા અપીલ
નવી શરત, જમીન માપણી, રિ-સર્વે અને બિનખેતીના ખેડુત ખરાઇ સહિતના મુદ્દનું નિરાકરણ લાવવા માંગ
આઝાદીના 75 વર્ષ બાદ રેવન્યુના પ્રશ્ર્નોના લીધે વિવાદ સર્જાય છે. આથી અરજદારોને કોર્ટ કચેરીના ધકકા ખાવા છતાં સમયસર ન્યાય નથી મળતા ત્યારે સમયની સાથે આવેલા બદલાવથી ભાજપના આગેવાનો અને રેવન્યુ બાદ એસોસીએશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને ખેડુતના માપણી રેવન્યુ સહીતના પ્રશ્ર્ને રજુઆત કરી ઘટતું કરવા માંગ કરી છે. આ તકે પ્રમુખ રમેશ કથીરીયા, વિજય તોડગીયા, ધર્મેશ સખીયા, વિમલ ડાંગર, સી.એચ. પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા સહીતના એડવોકટો ઉ5સ્થિત રહયા હતા. ઘણા કેસોમાં રીસર્વની કામગીરીમાં લાગુ જમીન માલીકની સંમતિ માંગવામાં આવે છે અને તેઓની સંમતિ હોય તો જ માપણી કરવામાં આવે છે જે બાબત અંગે પણ ઘટતું કરવા આપ સાહેબને અરજ છે.રીસર્વની કામગીરી નિયમ મુજબ અરજીના ક્રમ મુજબ થવી જોઇએ જે કામગીરી ક્રમ મુજબ થતી ના હોય, આ અંગે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોક મુખે ચર્ચા થતી હોય, આ અંગે નિયમ મુજબ જ અરજીનો નિકાલ કરવાની પઘ્ધતિ ગોઠવવા આ સાહેબને અરજ છે.
રીસર્વની કામગીરી ખેતીની જમીન અંગે થયેલ હોય, તેમાં મોટા ભાગે અભણ ખેડુતો હોય તેઓને વારંવાર ધધકા ખાવા છતા આવા લોકોની અરજીનો નિકાલ થતો નથી અને માત્ર વેપારીઓ અને અમુક સર્વયર અને અધિકારીઓનું આર્થિક હિત હોય તેવા કેસો જ નિકાલ થતા કેસોનો ક્રમ અને પેન્ડીંગ રહેલ કેસોનો ક્રમ અને તેમાં કરેલ કામગીરી જોઇને આપ સાહેબ જાણી શકશો.
ડી.એલ.આર.ની કામગીરી ઓનલાઈન કરવા માંગ
હાલમાં ડીએલ.આર. કચેરીમાં મોટાભાગના ખેડુત લોકો ટીપ્પણ વિ. મેળવવા માટે કચેરીમાં લાઈનમાં ઉભા હોય છે. જેમાં મોટાભાગના લાકેો ગામડેથી આવતા હોય તેઓનોસમય ખર્ચ વિ.ને ધ્યાનમાં લઈનેતેમજ હાલના ટેકનોલોજીના સમયે આવી બાબતે ઓનલાઈન મુકી શકાય તેમ છે.
બીનખેતીમાં ખેડુત ખરાઇ
બીનખેતીના કેસમાં કલેકટર કચેરી દ્વારા જમીનના ઉતરોતર ખરીદનાર ખેડુત પાસેથી માંગવામાં આવે છે. બીનખેતી કરાવનાર ઉતરોતરના માલીકોને ઓળખતા પણ નથી હોતા તો તેઓ આવા વ્યકિતની ખેડુત ખરાઇ કેવી રીતે કરાવી શકે ? જેવી કે ઉતરોતર ના ખરીદનારે જમીન ખરીદ કરી ત્યારે તેઓ કયા ગામના ખાતેદાર હતા? તેમજ જે ગામના ખાતેદાર હોય અને તે જમીન પણ વેચાણથી લીધેલ હોય. ઓનલાઇન 7/12 તથા હકક પત્રક નં. 6 ની નોંધોમાં પણ ખરીદનાર કયાં ગામના ખાતેદાર ખેડુત હતા તેવી કોઇ સ્પષ્ટ પુર્તતા કરવામાં આવેલ ન હોય ત્યારે આવી ખેડુત ખરાઇ કરવી અશકય બની જાય છે. કલેકટર દ્વારા સરકારમાંથી આવો સુધારો અંગેનો ઠરાવ પસાર કરાવી લાવવા જણાવે છે.
વેબ-સાઈટ અને ઓનલાઈન કામગીરી અંગે
સીટી સર્વેની વેબ સાઈટ અપડેટ કરવા પ્રોપટી કાર્ડની અરજીના નંબર કાચી નોંધ ના નંબર અને જયારે નોંધ પ્રમાણીત વિગતનું મોબાઈલમાં આવે તેવી વ્યવસ્થા કરાવી તેમજ સીટી સર્વે ની વેબ સાઈટ પ્રોપટી કાર્ડ જોવા માટે વેબસાઈટ બહુ સ્લો ચાલે છે સીટી સર્વેમાં ઓનલાઈન પ્રોપર્ટીકાર્ડ આખું મળે છે ખરેખર જે નોંધ નંબરનું જોઈતું હોય તેજ મળવું જોઈએ.ખેડુત ખાતેદાર/વારસાઈબીનખેતી અરજી/ હૈયાતી માં હકક દાખલ / અરજી થઈ શકતી તો તેના માટે વેબ સાઈટ મા અપડેટ કરાવવું . રજી.વેચાણ દસ્તાવેજ થઈ ગયા બાદ જયાં પ્રોપર્ટીકાર્ડ ઉપલબ્ધ ના હોય ત્યા ગામ નમુના-1ની કામગીરી ખુબજ મોટા પ્રમાણે રહે છે.હાલમાં રજી. દસ્તાવેજ થયા પછી ગામ નમુના નં.2 ની નોંધ ઓનલાઈન ક2વી ખુબજ જરૂરી છે.
સાંથણીની જમીન માપણી
તત્કાલીક કલેકટર રાજેન્દ્રકુમારે કરેલા પરીપત્ર મુજબ જુનું રોજકામ હોય તેવી સાંથણીની જમીનની જ માપણી થાય અન્યથા ના થાય એટલે કે જે રેકર્ડ સરકારી દફતરે નથી તેની જવાબદારી સાંથણીની ખેતી કરતા ખેડુત ઉપર શા માટે? રેકર્ડ રાખવાની જવાબદારી માત્ર અરજદારની ના હોય શકે. સાંથણી જમીનમાં રોજકામ થયેલું પણ નથી આવા કેસોમાં મામલતદાર પાસેથી નવા રોજકામ કરાવવી, કબજા મુજબ અથવા તો પંચ રોજકામ કરાવી, માપણી કરી આપવા માંગ કરી છે.
રિ-સર્વેમાં ક્ષતિ સુધારવા
રી-સર્વેમાં મોટાભાગની ખેતીની જમીનોમાં ખુબજ મોટી ક્ષતિમાં રહી જવા પામેલી છે જેમ કે કબજા ફેર, ક્ષેત્રફળ વધ ઘટ અને આવી ભુલો સુધારવાની કાર્યવાહીમાં પણ ખુબ વિલંબ થાય છે. બીનખેતી અરજીમાં ભરેલા નાણા વેડફાઇ છે જેથી આ બાબતે પણ ત્વરીત નિર્ણય કરવા જણાવ્યું છે.અરજન્ટ ફી ભરપાઇ કરેલ હોવા છતાં માપણી માટે ત્રણેક મહીના સમય બાદ માપણી થાય છે. અને બે મહીને માપણી શીટ મળે છે. તે સમય સર કરાવવા રજુઆત કરી છે.
બક્ષીસના દસ્તાવેજમાં સ્ટેમ્પ ડયુટી માફી
હાલમાં બક્ષિશ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી હોવાના કારણોસર વીલ દ્વારા મિલકતનું વહેંચણી પોતના સંતાનોમાં કરતા હોય છે જેમાં ભવિષ્યમાં વીલ આપનારા હયાત ના હોય ત્યારે વારસાઈ મિલકતમાં વિલને વારસદારો દ્વારા પડકારવામાં આવતું હોય છે અને તે કારણોસર આવી મિલકતો વિવાદી થતી હોય કોર્ટ કેસનું ભારણ વધતું જાય છે જેથી કરીને માણસની હયાતીમાં જ પોતાની મિલકત પોતાની મરજી મુજબ પોતાના સંતાનોને આપી શકે તે માટે બક્ષીશ આપવામાં આવે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી માફી આપવા અથવા તો ડ્યુટી ઓછી લેવામાં આવે તો લોક ઉપયોગી નિર્ણય બની રહેશે.
‘યુનિફોર્મ સિસ્ટમ’ દાખલ કરવા અંગે
સરકારી ડીપાર્ટમેન્ટની કામ કરવાની પધ્ધતી એક સ2ખી,અને કાયદા મુજબ હોવી જોઈએ, પરંતુ હાલમાં દરેક જીલ્લામાં અલગ અલગ પધ્ધતીથી કામ થતુ હોય છે. એટલે કે કામ કરવાની અલગ અલગ પધ્ધતીને કારણે ખૂબજ પરેશાની ભોગવવી પડે છે.એટલે દરેક કામ કરવાની ” યુનીફોર્મ સીસ્ટમ ” બનાવવા અરજ છે. અને જરૂર પડે તો જયા .. કાયદાનો પશ્ન હોય તે બાબતે કંઈ માર્ગદર્શન લેવાની જરૂર પડે તેમ હોય તો આ અગે કોઈ “”માર્ગદર્શન માટેનું પોર્ટલ” સરકારી કર્મચારી તેમજ પબ્લીક માટે,જીલ્લા લેવલે અને રાજય લેવલે મુકાય તો કાયદાનું તોડી મરોડીને અર્થઘટન કરતા અને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચારમાં રાચતા લોકો પર ક્ધટ્રોલ આવે,અને કામ કરવાની સીસ્ટમ યુનીફોર્મ બની રહે અને કામગીરીમાં ઝડપ અને ચોકસાઈ આવે આ અંગે આપના લેવલે યોગ્ય કરવા તેમજ જરૂર પડે સરકારમાં આ અંગે માર્ગદર્શન પુરુ પાડવા યોગ્ય કરવા વિનંતી.
ખેડુત ખાતેદાર પ્રમાણપત્ર
ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર કઢાવવામાં 1955 થી ઉતરોતર તમામ નોંધ આપવામાં આવે તો જ કાઢી આપવામાં આવે છે વાસ્તવમાં અરજદાર રૂ. બે હજાર ભરીને અરજી કરી બે વખત પ્રમોલગેશન અને રી-સર્વે થયું હોય છતાં 68 વર્ષ જુના ડોકયુમેન્ટ માંગવાની પ્રથા કેટલી વ્યાજબી ગણાય? રેકલર્ડ સરકાર પાસે જ ઉપલબ્ધ ના હોય 7/12 માં નોંધોની સાંકળ બરાબર બતાવી ના હોય, તેના માટે ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર ના આપવું તે કેટલા અંશે વ્યાજબી છે? જેથી સદરહું ઉતરોતર ચકાસણી 30 વર્ષ અથવા તો પ્રમોલગેશન થયા બાદ પ્રથમ નવી માપણી સુધી રાખવા માગ કરી છે. ટીપ્પણ કે માપણી સર્વે રજીસ્ટ્રર જોઇને પણ ખાતેદાર હોવાનો પુરાવો મળી શકે છે. અને ખાતેદારનું રેકર્ડ તપાસવાની જવાબદારી જે તે પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર અધિકારી ઉપર રાખવા માંગ કરી છે.
બિનખેતી વખતે ઉતરોતર ખેડુત ખાતેદારમાં જો કોઇ બીનખેડુત હોય તો વર્ષ 30-6-2015 પહેલાના કેસમાં જ બોનાફાઇડ ખાતેદાર માટે પ્રિમિયમ ભરીને મંજુરી આપે છે જે વર્ષ 1/1/2023 કરી આપવા, જેથી કરીને અગાઉના સમયમાં ઉતરોતર ખેડુતની ખેડુત ખાતેદારની ચકાસણી કર્યા વગર કરેલ ખરીદીમાં મુશ્કેલીઓ ઉભી થાય તેમજ જે હયાત સાચા ખેડુતોને નુકશાન ના થાય અને સરકારને પ્રિમીયમની આવક ઉભી થશે