માન અને અપમાન… આ બે એવા શબ્દો છે જે લોકોને અણગમા અને ગમતા લોકો એવા બે ભાગ પાડી દે છે.માન આપવાથી આપણું પણ માન વધશે આવું તો જરૂરી નથી.ક્યારેક માનના બદલામાં અપમાન પણ સહન કરવું પડતું હોય છે.અપમાન માણસથી સહન ન થાય એ પછી સામાન્ય માણસ હોય કે રાજા મહારાજા હોય.
પ્રાચીન સમયમાં તો રાજા મહારાજાઓના માન મોભાને સોયવાર પણ હાની પહોચતી તો પણ યુદ્ધો થઇ જતા.ત્યારે આ વાત છે ઈ.સ.૧૯૨૦ની.રાજસ્થાનના અલવાર જીલ્લાનો રાજા જયસિંહ પ્રભાકર.આ રાજા લકઝરી કાર ખરીદવા અને વસાવાના ખુબ શોખીન હતા.સામાન્ય સાદગીપૂર્ણ જીવન જીવતા હતા.રાજા લંડન પોતાનો સમય વીતવા ગયા હતા. તે દરમ્યાન સામાન્ય કપડામાં રાજા લક્ઝરી કારના શો રૂમમાં પહોચ્યા અને કાર ખરીદવા જતા સેલ્સમેને તેમનું અપમાન કરી હાંકી કાઢેલા.
રાજા તેમની સાથે થયેલ ઘૃણાસ્પદ વર્તનથી અકળાઈ ગયા અને તેણે નક્કી કર્યું કે તે વૈભવી કાર ખરીદશે અને તેમના અપમાનનો બદલો લેશે. મહારાજા જયસિંહ પ્રભાકર ફરીથી શોરૂમમાં તેના મહારાજાના ડ્રેસ પહેરીને ગયા. શો-રૂમના કર્મચારીઓને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે અલવરના મહારાજા આ શોરૂમમાંથી કાર ખરીદવા માટે આવી રહ્યા છે, તેથી તે કર્મચારીઓએ રાજા જયસિંહનું ખૂબ જ સ્વાગત કર્યું. તેનો સમય બગાડ્યા વિના રાજાએ એક સાથે અનેક કાર ખરીદવાનો આદેશ આપ્યો.
મહારાજા જયસિંહનો આદેશ
કહેવામાં આવે છે કે રાજાએ રોકડ ચૂકવીને તે બધી કાર ખરીદી હતી.શોરૂમમાંથી બધી જ કાર ખરીદી ભારત લાવ્યા.વાહનો ભારતમાં આવતાની સાથે જ મહારાજા જયસિંહે આ તમામ વાહનો પાલિકાને આપ્યા અને તેમને આદેશ આપ્યો કે આજથી આ તમામ કાર શહેરનો તમામ કચરો ઉપાડવા માટે ઉપયોગમાં લેવાશે.
વૈભવી કારના કંપનીએ રાજા જયસિંહને માફી પત્ર લખ્યો
રાજાના આ દેશ બાદ વિશ્વભરમાં વૈભવી કારની વેલ્યુ ઘટવા લાગી.લોકો વૈભવી કારની અવગણના કરવા લાગ્યા.જેથી વૈભવી કારના કંપનીએ રાજા જયસિંહને માફી પત્ર લખ્યો હતો. અને તેના કર્મચારીઓ દ્વારા આ પ્રકારના ખરાબ વર્તન બદલ માફી માંગી હતી. આ સાથે તેમણે વિનંતી પણ કરી કે વૈભવી કાર કંપનીના વાહનોમાંથી કચરો ઉપાડવાનું કામ બંધ કરવામાં આવે.મહારાજા જયસિંહે કંપનીની વિનંતી સ્વીકારી અને માફી આપી, સાથે તેમણે આ કારમાં કચરો ઉપાડવાનું કામ બંધ કરાવ્યું હતું.