ઘૂસણખોરી કરતા પકડાયેલા આતંકવાદીએ વેર્યા વટાણાં: ભારતમાં હુમલા માટે પાકિસ્તાની કર્નલે આપ્યા હતા નાણાં
ભારતીય સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પોસ્ટ પર હુમલા માટે પાકિસ્તાનના એક કર્નલે આતંકવાદીઓને 30 હજાર રૂપિયા આપ્યા હતા. સેનાની સામે આ વાતનો ખુલાસો એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ કર્યો હતો. જ્યાર બાદ માનવીય આધાર પર બોર્ડરને પાર મોકલી દેવાયો હતો.
ગત કેટલાક દિવસોમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાઓ પર આતંકવાદીઓ દ્વારા બોર્ડર પાર કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ કરતા એક આતંકવાદીની ધરપકડ કરી હતી, જ્યારે લેન્ડમાઇન બ્લાસ્ટમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા.
સેના તરફથી જાહેર નોટમાં જણાવાયું છે કે આ ધરપકડ 21 ઓગસ્ટ સવારે તે સમયે કરવામાં આવી જ્યારે નૌશેરા વિસ્તારના ઝાંગર સેક્ટરમાં તૈનાત સૈનિકોને લાઇન ઑફ કંટ્રોલ પર 2 થી 3 આતંકવાદી પ્રવૃત્તિઓ જોવા મળી. એક આતંકવાદી ભારતીય પોસ્ટની નજીક હતો અને વાડને કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે આ આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કર્યો તો સૈનિકોએ ફાયર કર્યું જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં તેને પકડી લેવામાં આવ્યો.
સેના તરફથી જણાવાયું કે, બે બીજા આતંકવાદી ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારમાં ભાગવા માટે સફળ રહ્યા. ઇજાગ્રસ્ત થયેલા આતંકવાદીની ધરપકડ કરીને તાત્કાલિક સારવાર કરવામાં આવી અને તેને બચાવવા સર્જરી કરવામાં આવી. આ આતંકવાદીની ઓળખ તબારક હુસૈન તરીકે થઇ છે અને આ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના કોટલી જિલ્લાના સબ્જકોર્ટ ગામનો રહેવાસી છે.
સેનાના અનુસાર, તેની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્ત એજન્સીના કર્નલ યૂનુસ ચૌધરીએ તેને ભારતીય બોર્ડરમાં ઘુસવા માટે મોકલ્યો હતો. તેની પાસે 30 હજાર પાકિસ્તાની રૂપિયા મળ્યા છે જે તેને આ કર્નલે આપ્યા હતા.સેનાના અનુસાર, તબારક હુસેન તે ટીમનો ભાગ હતો જેમાં ભારતીય અગ્રિમ પોસ્ટની રેકી કરી હતી અને તેને આખરે 21 ઓગસ્ટે તેને પ્રવેશ માટે કહેવામાં આવ્યું હતું. સેનાના અનુસાર, આ વ્યક્તિને વર્ષ 2016 માં આ સેક્ટરમાં પોતાના ભાઈ હારૂન અલીની સાથે ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર 2017 માં માનવીય આધારે આ બોર્ડર પાર છોડી દેવાયો હતો.