રમરેસીની છોકરી બાબતે ઝઘડો થતાં હત્યા કરી લાશ ફેંકી દીધાનું ખુલ્યું
મેંદરડા પંથકમાંથી મળેલા અજાણ્યા મૃત દેહ મામલે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન આ બોડી ની ઓળખ થયા બાદ મરણ જનારના નાના ભાઈએ મેંદરડા પોલીસમાં તેના મોટાભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ થતા મેંદરડા પોલીસે દ્વારા આ બાબતે ફરિયાદ નોંધે આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડા પોલીસ તાબાના વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે મેંદરડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. અને બાદમાં આ બોડીની ઓળખ થઈ હતી. અને તે મૃતદેહ તાલાળાના રમરેસી ગામે રહેતા જેઠાભાઈ બાબુભાઈ મકવાણાની હોવાનું સામે આવ્યા બાદ આ અંગે મરણ જનાર જેઠાભાઈના નાના ભાઈ જાદવભાઇ બાબુભાઇ મકવાણા એ ગઈકાલે મેંદરડા પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેના મરણજનાર મોટાભાઈ જેઠાભાઇ બાબુભાઇ મકવાણા (રહે. રમરેસી તાલાળા વાળા) ને તેની દિકરી શિનુ બાબતે તાલાળા ગામે રહેતા તેના મીત્ર દિનુ ઉર્ફે દિલીપ ઉર્ફે ચિભળુ હેદુભાઇ મકવાણા સાથે ઝઘડો થયેલ અને ત્યારે પણ આ દિલીપ એ જેઠાભાઈને મારી નાખવાની ધમકી આપેલ હોય. જેથી આ ઝઘડાના મનદુ:ખના કારણે આ કામના આરોપીએ જેઠાભાઇને ગઇ તા. 28/11/22 નાં રોજ પોતાની સિલ્વર કલરની મોટર સાયકલમાં બેસાડી મેંદરડા તાલુકાનાં હરીપુર ગામે આવેલ નવીનભાઇ ભીંડોરાની વાડીએ લઇ જઇ, જેઠાભાઇને કોઇપણ બોથડ પદાર્થ અથવા હથીયારથી માથાના ભાગે મારી હત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું.
તે મામલે ગીર સોમનાથ જિલ્લાના રમરેશી ગામના જાદવભાઇ બાબુભાઇ મકવાણાની ફરિયાદના આધારે મેંદરડા પી.એસ.આઈ. કે.એમ.મોરી એ ઝીણવટ ભરી તપાસ શરૂ કરી, આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.]