પોલીસને જાણ થતાં ઘટના સ્થળે જતા આ અજાણ્યા લોકો કાર મૂકી ફરાર: તપાસનો ધમધમાટ શરૂ : શેરી વિસ્તારમાં ફફડાટ
હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ના રોજ બરજ પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના પોઝીટીવ લક્ષણો ધરાવતા વિરમગામના એક દર્દીનું સુરેન્દ્રનગર જિલ્લા ગાંધી હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે ત્યારે જિલ્લામાં એક પ્રકારે કરોના વાઈરસના ખતરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે..
ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાંથી અન્ય શહેરોમાંથી આવતા લોકો કોરોનાવાયરસ ફેલાવતા હોવાનો પણ અગાઉના ત્રણ કેસમાં સામે આવ્યું છે ત્યારે આ નોંધાયેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ કેસોમાં તમામે તમામ દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અન્ય શહેરોની હોવાનું બહાર આવ્યું છે ત્યારે જિલ્લામાં કડક બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે..
તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બહારથી આવનારા લોકોની સંખ્યા વધુ છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણનો ભઈ લોકોમાં ઉભો થયો છે ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લક્ષ્મી પરા વિસ્તાર શેરી નંબર ૪ માં અજાણી કારમાં બીજા શહેરોમાંથી લોકો આવ્યા હોવાનું અને કાર મળી આવવાનું સામે આવ્યું છે.આ બાબતની જાણ પોલીસને થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ લક્ષ્મી પરા વિસ્તારમાં આ લોકો ની કાર પાસે જઈને માહિતી માંગવામાં આવી હતી ત્યારે આ લોકો કે જે અન્ય શહેરોમાંથી સુરેન્દ્રનગર આવ્યા છે તે લોકો અચાનક પોતાની કાર મુકીને ફરાર બની જવા પામ્યા છે ત્યારે પોલીસના હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને અચાનક આ લોકો અન્ય શહેરોમાંથી આવતા આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે..