• યુ-ટ્યુબમાંથી વીડિયો જોઈ બોમ્બ બનાવ્યો: પાર્સલ ખોલતાની સાથે બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું કરૂણ મોત

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલે બપોરે યુવકે એક પાર્સલ ખોલતા ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં પિતા અને પુત્રીના કરુણ મૃત્યુ થયા છે. તેમજ પરિવારના અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી હતી જયારે એટીએસ સહીતની એજન્સીએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ત્યારે આ પાર્સલ બોમ્બ બદલાણી ભાવના સાથે પ્રેમિકાના પતિએ મોકલ્યાનો ખુલાસો થયો છે.

જિલ્લાના વડાલીના વેડા ગામે ગઈકાલે બપોરે યુવકે એક પાર્સલ ખોલતા ભયંકર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં પિતા અને પુત્રીના કરુણ મૃત્યુ થયા છે. તેમજ પરિવારના અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. આ પાર્સલ કોઈ અજાણ્યો રીક્ષા ચાલક આપી ગયો હતો. આ બ્લાસ્ટનો ધડાકો 1 કિલોમીટર સુધી સંભળાયો હતો. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એલસીબી, એફએસએલ અને એટીએસની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠના વડાલીના વેડા ગામે અજાણ્યા રીક્ષા ચાલકે એક પાર્સલ આપ્યું હતું. જેને સ્થાનિક યુવક જીતેન્દ્ર વણઝારા સહિત આસપાસ એકઠા થયેલા બાળકોની વચ્ચે ખોલવા જતા અચાનક જ ભયંકર બ્લાસ્ટ સર્જાયો હતો. બ્લાસ્ટના લીધે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની 9 વર્ષની પુત્રી ભૂમિકા વણઝારાનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય 2 સગીરાઓ ગંભીર રીતે દાજી ગઈ છે. આ બંને દીકરીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. જેમાંથી 1 સગીરાની સ્થિતિ ગંભીર છે. બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે.

આ પાર્સલ બ્લાસ્ટમાં પિતા પુત્રીના કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 2 તરૂણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. આ દીકરીઓના એકસ રે જોનારને કમકમાટી છુટી જાય છે કારણ કે, એક્સ રેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દેખાય છે. જેના પરથી દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી હતી.

ત્યારે હવે બ્લાસ્ટ મામલે નવો વળાંક સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમસંબંધ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકનો પ્રેમસંબંધ તેના અને તેની દીકરીના મૃત્યુનું કારણ બન્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે જયંતિ વણઝારા નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ યુટ્યુબમાંથી વિડીયો જોઈને જીલેટિન બ્લાસ્ટ કરાવીને જીતેન્દ્ર વણઝારાને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યુ હતું. આરોપીએ ષડયંત્ર રચીને બોમ્બ મૃતકના ઘર સુધી પહોંચાડ્યો હતો. આરોપી જયંતિ વણઝારાનું ષડયંત્ર સફળ રહ્યું અને જીતેન્દ્ર વણઝારા અને તેની નિર્દોષ દીકરીએ જીવથી હાથ ધોવા પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.