ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને રજૂઆત

ગુજરાત ઇન્ડ. કો.ઓ.બેંકના ડીપોઝીટરોને તેની રકમ પરત આપવાની કેન્દ્રના સહકાર મંત્રી અમીતભાઈ શાહ પાસે માંગણી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા કરાય છે.

પટેલે વધુમાં જણાવેલ છે કે દિલ્હી ખાતે ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને રજુઆત કરતા જણાવેલ કે ગુજરાત ઇન્ડ.કો.ઓ.બેંક કે જે ફડચામાં ગયેલ છે અને તેના અનેક નાના ડીપોઝીટરોની ડીપોઝીટ ફસાયેલ છે. સરકારે આવી ફડચામાં ગયેલ બેંક અંગે એક લાખ સુધીના ડીપોઝીટરો અંગે અગાઉ નિર્ણય કરી ચૂકેલ છે અને તેમને નાણાં મળી પણ ગયેલ છે પરંતુ જેઓની ડીપોઝીટ એક લાખ કરતા વધુ છે.

તેવા હજારો ડીપોઝીટરોના નાણા રોકાયેલ છે. હાલ બેંક પાસે પૈસા પણ છે અને બેંકની ઘણી મોટી પ્રોપર્ટી પણ છે જે અંગે કોઈ નિર્ણય થાય તો હજારો ડીપોઝીટરોને નાણા પરત મળે. હાલમાં સરકારે સુરત ખાતેની ડાયમંડ કો.ઓ.બેંકને જે રીતે પુન:જીવીત કરેલ છે તે દિશામાં પણ જો બેંક કાર્યરત થાય તો પણ બેંક ચાલી શકે તેમ છે. આ અંગે અમિતભાઈ શાહે તે દિશામાં યોગ્ય કરવાનું જણાવેલ તેમ પટેલે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.