ડિસ્ટ્રીકટ જજ અને જયુડીશરી ઓફીસરો દ્વારા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન
રાજકોટની અદાલતમાં ફરજ બજાવતા એ.પી.પી. જે.પી. ગણાત્રા અને એ.એસ.આઇ. સવજી સોલંકી વય મર્યાદાથી નિવૃત થતાં ડીસ્ટ્રીકટ જજ સહિત જયુડીશરી ઓફીસરો દ્વારા ફરજ નિષ્ઠની કદર કરી માનભેર વિદાય આપવામાં આવી છે. આ તકે સ્ટાફ પણ ઉ5સ્થિત રહ્યા હતા.
રાજકોટ પોલીસ બેડામાં ફરજનીક કર્મચારી તરીકે જાણીતા સવજીભાઈ જીવાભાઈ સોલંકી તા. 30-06-2022 ના રોજ એ.એસ.આઇ. ના હોદ્દા પરથી વયનિવૃત થતાં, તેમની 35 વર્ષ લાંબી સેવા જે ખંત, સંપૂર્ણ નિષ્ઠા અને અવિરત સેવાભવથી ચમકતી હોય, તે પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયધીશ ઉત્કર્ષ દેસાઈ , અધિક જિલ્લા ન્યાયાધીશ જે. ડી. સુથાર દ્વારા તેમનું ખૂબ હર્ષ ભેર સન્માન કરવામાં આવ્યું હતું. સવજીભાઈ એ તેઓની સેવા ના 22 વર્ષ કોર્ટ માં ખંત અને ઉદ્યમતા થી આપેલ છે જે બદલ સમગ્ર ન્યાય પરિવાર તરફથી તેઓનો આભાર માની સન્માન અર્પણ કરેલ છે. સેવા પરથી યુવાન પોલીસકર્મી પ્રેરણા મેળવે તેવો તેમનો કાર્યકાળ છે.
રાજકોટ ના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઊત્કર્ષ દેસાઈ , એ.ડી.જજ સુથાર અને તમામ જ્યુ. મેજી ઓફિસર એ રાજકોટ શહેર ના મુખ્ય સીનીયર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે.પી. ગણાત્રા પણ વય નિવૃત થયેલ હોય તેમના માન મા ફેરવેલ પાર્ટી આપી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઊત્કર્ષ દેસાઈ પળો તથા સાલ ઓઢાળી સન્માન કરેલ અને વય નિવૃતિ ની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મુખ્ય સીનીયર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે.પી. ગણાત્રા હર્ષની લાગણી સાથે પોતાના સર્વિસ સંબંધી અનુભવો જણાવી કાર્યક્રમમાં હાજર બધા જજીસ તથા એપીપી ઓનો નો આભાર માનેલ હતો. સરકારી વકીલ ગણાત્રા ની વય મર્યાદા નિવૃત્ત થતાં ડીસ્ટ્રિક જજ અને રાજકોટ ના તમામ જજો એ સન્માન કાર્યક્રમ ડીસ્ટ્રિક કોર્ટ માં કરેલ દેસાઈ અને અન્યો એ વિદાય સન્માન કરેલ હતું.