માધાપર ચોકડી પાસે અજાણ્યા વાહન ઠોકરે યુવાનને જીવ ગુમાવ્યો
રાજકોટમાં જામનગર રોડ પર અકસ્માતના બે બનાવો પોલીસે ચોપડે પ્રકાશમાં આવ્યા છે.જેમાં પ્રથમ બનાવમાં ઘંટેશ્વર નજીક એસઆરપી કોલોની પાસે નિવૃત્ત એસઆરપી જમાદાર બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ તથા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું આજ રોજ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.જ્યારે બીજા બનાવમાં માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહન ઠોકરે એક યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રથમ બનાવની વિગતો અનુસાર એસઆરપી કેમ્પમાં રહેતા દિલીપભાઈ અમૃતભાઈ પંડ્યા નામના 60 વર્ષીય વૃદ્ધ ગઈકાલ રાત્રીના ઘંટેશ્વર નજીક પોતાના બાઈક પર ગયા હતા બાદ ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એસઆરપી કેમ નજીક તેનું બાઈક સ્લીપ થતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ ટૂંકી સાર્વ દરમિયાન મોત નિપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
જ્યારે બીજા બનાવમાં માધાપર ચોકડી નજીક એક અજાણ્યાં વાહને એક યુવાનને ઠોકર મારતાં તેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ તપાસ કરતા હાલ મૃતકની કોઈ ઓળખ નહિ મળતાં તેની ઓળખ માટે તપાસ હાથધરી છે.