જુગારનો અખાડો ચલાવનાર નિવૃતપોલીસમેનને ગે.કા. પીસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ-12, કાર સહીત કુલ કી.રૂ. 7,16,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી માળીયા પોલીસ
ફરીયાદી મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ચીખલીયા (રહે. મોરબી) વાળાએ આરોપી પરબતભાઇ ભવાનભાઇ હુંબલ (રહે. મોટા દહીસરા તા.માળીયા)વાળા વિરૂધ્ધ ગત જિલ્લા પંચાયતની ચુંટણીમાં મત મળવા અંગે આરોપી સાથે કરેલ શરત મુજબ આપવાના થતા પૈસા બાબતે આરોપીએ વિવાદ ઉભો કરી રૂપીયા એક લાખને બદલે રૂપીયા દસ લાખની માંગણી કરી અને આ દસ લાખ રૂપીયા ફરીયાદી પાસેથી લેવા માટે ફરીયાદીને અવાર નવાર માર મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તથા ફરીયાદી તથા તેના ભાઇના પત્ની જે જિલ્લા પંચાયત મોટા દહીસરા સીટના સભ્ય હોય તે તમામને ગુનામાં સંડોવી દેવા તેઓ વિરૂધ્ધ પોલીસમાં તેમજ ઉચ્ચકક્ષાએ આત્મવિલોપન કરવાની ખોટી અરજીઓ કરી ફરીયાદી તથા સાહેદ કિશોરભાઇ ચીખલીયા પાસેથી બળજબરીથી રૂપીયા 7,00,000/- નકકી કરી તે પૈકી રૂપીયા 1,00,000/- પડાવેલ હતા. જે બાબતે ફરીયાદીએ માળીયા (મિ.) પો.સ્ટે.માં ફરીયાદ આપતા માળીયા (મિ.) પો.સ્ટે.માં ઉપરોકત બાબતે ફરીયાદ રજીસ્ટર કરી આગળની તપાસ માળીયા (મિ.) પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એન.એચ. ચુડાસમાએ હાથ ધરી હતી.
આ અંગે પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ આરોપી વિરૂધ્ધ કડક પગલા લેવા જરૂરી સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ તથા સર્કલ પો.ઇન્સ. બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ આરોપી પકડી પાડવા તજવીજ હાથ ધરતા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમાને બાતમીરાહે હકીકત મળેલ કે, આરોપી પરબતભાઇ ભવાનભાઇ હંબલ પોતાની સાથે પોતાની ક્રેટા કારમાં એક ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તોલ પણ રાખતો હોય જે હકિકત આધારે આરોપીની વોચ ગોઠવતા આરોપી નાના દહીસરાના પાટીયા પાસે આવેલ ત્રિવેણી શાહપુરા હોટલ સામે રોડ ઉપરથી હ્યુન્ડાઇ ક્રેટા કાર નં. ૠઉં-33-ઇ-2892 વાળી આવતા જે કારને રોકી ચેક કરતા કારમાંથી આરોપી પરબતભાઇ ભવાનભાઇ હુંબલ આહીર (ઉ.વ. 58, રહે. હાલ રહે. કુબેરનગર, નવલખીરોડ, અક્ષરધામ પાર્ક સોસાયટી, મોરબી મુળ રહે. મોટા દહીસરા તા.માળીયા મિ. જી.મોરબી) વાળો મળી આવેલ તેમજ કાર ચેક કરતા કારમાંથી એક દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ નંગ-01 (કિ.રૂ.10,000/-) તથા જીવતા કાર્ટીસ નંગ-12 (કી.રૂ. 1200/-) તથા મોબાઇલ ફોન નંગ-02 (કી.રૂ. 5500/-) મળી કુલ કી.રૂ. 7,16,700/- ના મુદામાલ સાથે મળી આવેલ જે કબ્જે કરી માળીયા (મિ.) પો.સ્ટે. ખાતે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ 25(1-બી)એ તથા જી.પી.એકટ કલમ 135 ગુન્હો દાખલ કરાવેલ છે.
આરોપી પરબતભાઇ ભવાનભાઇ હુંબલ આ અગાઉ રાજકોટ રૂરલ જિલ્લામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. અને ત્યાર બાદ પોતે આશરે સાત આઠ વર્ષ પહેલા સ્વૈછીકપણે રાજીનામુ આપેલ હતું. ત્યાર બાદ આરોપી પોતાની મોટા દહીસરા ખાતે આવેલ વાડીમાં જીમખાનાનુ લાયસન્સ મેળવી જીમખાનાના ઓઠા હેઠળ જુગારની પ્રવૃતિ ચલાવતા હોવાનું ધ્યાને આવેલ હતુ. મજકુરની આવી ગે.કા. પ્રવૃત્તિમાં કોઇ પોલીસ અધિકારી અડચણ કરવાની અથવા રેઇડો કરવાની તજવીજ કરે તો મજકુર પરબતભાઇ ભવાનભાઇ પોલીસ વિભાગનો નિવૃત અધિકારી હોય અને કાયદાનો જાણકાર હોય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરતી અરજીઓ વિગેરે કરી પોલીસ અધિકારીઓ કર્મચારીઓને દબાણમાં લાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ચાલુ રહે તેવા આશયથી આવી અરજીઓ વિગેરે કરવાની વૃતિ ધરાવતો હતો. આ ઉપરાંત આરોપી મોરબી જિલ્લા વિસ્તારમાં પોતાની ધાકથી ગેરકાયદેસર હથિયારો રાખવા,બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી ઉઘરાવવી વિગેરે જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પણ કાર્યરત હોવાનું જણાઇ આવેલ હતું.
આમ નિવૃત પોલીસમેન લોકોને ડરાવી, ધમકાવી, બળજબરીથી ખંડણી ઉઘરાવાનો તથા ગે.કા.રીતે જુગારનો અખાડો ચાલવતો હોય જેને ગે.કા.રીતે હથિયાર તથા જીવતા કાટીર્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. અને આરોપી વિરૂધ્ધમાં ખંડણી ઉઘરાવવા, ગેકા.રીતે હથિયાર રાખવા અંગેના ગુના નોંધાયેલ છે જે ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.
આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલની વિગત :(1) એક દેશી બનાવટની લોખંડ મેજીન વાળી પીસ્તોલ નંગ-01 કી.રૂ. 10,000/-,(2) જીવતા કાર્ટીસ નંગ-12 કી.રૂ. 1200/-,(3) મોબાઇલ ફોન નંગ-02 કી.રૂ.5500/-,(4) એક હૂંડાઇ કંપનીની ક્રેટા કાર કી.રૂ. 7,00,000/-,
આ કામગીરી એન.એચ.ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર માળીયા (મિ.) પો.સ્ટે., પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, ગીરીશભાઇ પરષોતમભાઇ મારૂણીયા, શકિતસિંહ લગધીરસિંહ ઝાલા, અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.