જુનાગઢ ખાતે નિવૃત વન અધિકારીઓ અને કર્મચારી મહામંડળની મીટીંગનું આયોજન ખડીયા ખાતે કરાયું હતું. જેમાં નિવૃત વન અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત એ.સી.એફ સી.પી.રાણપરીયાની અધ્યક્ષતામાં ઉપસ્થિત વન કર્મચારીઓએ નિવૃતિ બાદ થતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી અને તેમાં નિરાકરણ માટે સરકારમાં રજુઆત કરવા ઠરાવવામાં આવ્યું હતું. આ મીટીંગમાં નિવૃત ડી.સી.એફ. આર.ડી.કટારાએ માર્ગદર્શન આપેલ હતું. તેમજ અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના વિચારો રજુ કરી સંગઠન મજબુત બનાવવા હાંકલ કરી હતી. ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા ઓ.એસ.આર.પી.પરમાર, ચાડમીયા, નિવૃત એસીએફ ઝાલાવડીયા, પડશાળા, નિવૃત વનપાલ ગંગારામ દાણીધારીયા, આર.કે.દેથડીયા, રાજુભાઈ રાઠોડ સહિતનાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.