રાજકોટ નજીકના કુચિયાદડ ગામે વસંતભાઇ ઘેલાભાઇ ડાભીની પીપર વાડીમાં વિશાળ અજગર નિકળ્યો હતો. આ અંગેની જાણ નિવૃત વન અધિકારી વી.ડી. બાલાને કરવામાં આવતા તેઓ સ્નેક કેચર ભાવિન પટેલ અને ઉર્વેશ પટેલને લઇને કુચિયાદડ ગયા હતા તેઓએ આ અજગરને પકડયો હતો. અને આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અજગરથી લોકો બહુ ડરે છે. તેના વિશે લોકો પાસે ખોટી માહીતી છે.
અજગર એ બીનઝેરી હોય છે. લુપ્ત થતી જાતિમાં તેનો સમાવેશ થાય છે. કુદરતી રીતે અજગરો ખુબ ઓછા છે લોકો એ અજગરને ન મારવા જોઇએ અને જો કયાંય જોવા મળે તો અમોને જાણ કરવામાં આવશે તો અમો તેને પકડી યોગ્ય જગ્યાએ છોડી મુકશું આ અજગરને પકડીને વન વિભાગની મંજુરી સાથે વાંકાનેર નજીકની રામપરા વીડીમાં ભેજવાળી જગ્યામાં છોડી દેવાયો હતો.