હિન્દી જગત માટે થોડા દિવસોમાં કોઈ દુઃખદ સમાચાર આવે જ છે. આજે સવારે આવેલા સમાચારએ ફિલ્મ જગતમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. કોરોના મહામારીએ ઘણા બધા લોકોના પ્રાણહર્યા છે, એમાં આજે વધુ
એક અભિનેતાનું નામ સામીલ થઈ ગયું. જાણીતા કલાકાર બિક્રમજીત કંવરપાલનું 52 વર્ષની ઉંમરે નિધન થયું.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કરીને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, ‘સાંભળીને દુઃખ થયું, મેજર બિક્રમજિત કંવરપાલનું આજે સવારે કોરોનાને કારણે અવસાન થયું છે. નિવૃત્ત આર્મી ઓફિસર કંવરપાલે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી. તેના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી હમદર્દી છે.’
Sad to hear about the demise of actor Major Bikramjeet Kanwarpal this morning due to #Covid.
A retired army officer, Kanwarpal had played supporting roles in many films and television serials.
Heartfelt condolences to his family & near ones.ॐ शान्ति !
?— Ashoke Pandit (@ashokepandit) May 1, 2021
ડિરેક્ટર વિક્રમ ભટ્ટે લખ્યું,’મેજર બિક્રમજિત કંવરપાલનું નિધન થયું. આ રોગચાળાએ તેમને આપણાથી છીનવી લીધા. મેં તેની સાથે ઘણી ફિલ્મો કરી. મારા આ ખાસ મિત્રના આત્માને શાંતિ મળે.’
View this post on Instagram
બિક્રમજીત કંવરપાલનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના પરિવારમાં થયો હતો. વર્ષ 2002 માં, તેઓ સેનામાંથી નિવૃત્ત થયા. 2003માં તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બિક્રમજીતે ‘પેજ 3’, ‘પાપ’, ‘કોર્પોરેટ’, ‘અતિથી તુમ કબ જાઓગે’, ‘મર્ડર 2’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘ગાઝી એટેક’ સહિત અન્ય ફિલ્મોમાં યાદગાર ભૂમિકા નિભાવી છે.