જૂનાગઢની નરસિંહ મહેતા વિદ્યા મંદિરના નિવૃત આચાર્ય પ્રચેતાબેન વોરાએ સૈનિક કલ્યાણ ફંડમાં રૂપિયા એક લાખનું યોગદાન આપ્યું છે. આ અગાઉ તેમણે કેળવણી ફંડમાં પણ રૂપિયા ૫૦ હજારનું યોગદાન આપ્યું હતું.
કલેકટર કચેરી જૂનાગઢ ખાતે આજે અધિક કલેકટર ડી. કે. બારીઆને પ્રચેતાબેન વોરાએ રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. પ્રચેતાબેન વોરાને તેમના ભાણેજ દ્વારા અગાઉ રૂપિયા એક લાખનો ફાળો સૈનિક કલ્યાણ ફંડ માં આપ્યો હતો તેમાંથી પ્રેરણા લઈ આ યોગદાન આપ્યું છે.
પ્રચેતાબેન વોરાએ સ્ત્રોતગાન ઉપર ઈશાનમીડે પુસ્તકનું સંકલન કર્યું છે. તેમના આ પુસ્તકની પ્રથમ આવૃત્તિની આવકના ૫૦ હજાર કેળવણી ફંડમાં દાન કર્યા હતા. ત્યાર બાદ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં તેની તમામ પ્રતોનું વેચાણ થયું હતુ. પુસ્તકના વેચાણમાંથી થતી આવકને દેશહિત કે સારા કાર્યમાં આપવાનો ઉદેશ રહ્યો હતો. તેમણે રૂપિયા એક લાખ સૈનિક કલ્યાણ ફંડમાં આપી તેમનો આ ઉદ્દેશ પૂર્ણ કર્યો છે.