Abtak Media Google News
  • મશીન મનોરંજનની રાઈડના સંચાલકોએ મેળો આગળ ચલાવવાની મંજૂરી માંગતાં તંત્રએ મંજૂરી આપી
  • રમકડા સ્ટોલ-આઈસ્ક્રીમ બુથ- પાણી પીણીના સ્ટોલ વગેરેના મેળા રદ થતાં પોતાની ડિપોઝિટ પરત માંગીResumption of Shravani Mela in Jamnagar city as rain took a break

Jamnagar news :જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળાનું મનોરંજન મળતું થયું છે. જોકે ખાણી પીણી ના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માગી છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં 20 ઓગસ્ટથી શ્રાવણી મેળાનો જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરાયો હતો, પરંતુ સાતમના દિવસથી જ વરસાદ શરૂ થઈ જતાં મેળો બંધ કરાવી દેવાયો હતો. પરંતુ ગઈકાલથી મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ રાખી લેતાં આજથી મેળા નો પુનઃ પ્રારંભ કરાયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ થઈ ગઈ છે, અને લોકો પણ મેળાનો આનંદ માણવા માટે પહોંચી ગયા છે.

એક તબક્કે મેળાનું આયોજન મુલતવી રાખવાનું નક્કી થયું હતું, અને આઇસ્ક્રીમના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ વગેરેના ધંધાર્થીઓએ પોતાનું આયોજન રદ કરીને ડિપોઝિટની રકમ પરત માગી હતી. જેઓ સાથે આજે ફરીથી વાટાઘાટો કરવામાં આવી હતી. અને તેઓ ફરીથી પોતાના સ્ટોલ ચાલુ કરવા માટે સહમત ન હોવાથી તેઓનું આયોજન રદ કરીને મહાનગરપાલિકા દ્વારા રકમ પરત અપાશે. જ્યારે મશીન મનોરંજનની રાઈડ પૂરતો મેળો ચાલુ રાખવામાં આવ્યો છે.

જે ની મદદ ત્રણ સપ્ટેમ્બર સુધીની હતી, પરંતુ મુખ્ય તહેવારના દિવસોમાં મેળો બંધ રહ્યો હોવાથી તેઓની મુદ્દતમાં વધારો કરી દેવાયો છે, અને 11 સપ્ટેમ્બર અથવા 15 સપ્ટેમ્બર સુધી મેળાની મુદ્દત લંબાવી દેવામાં આવે તેવી પ્રક્રિયાઓ ચાલી રહી છે. ત્યારે રંગમતી નદીના મેળાનું આયોજન સંપૂર્ણ પણે રદ કરી નાખવામાં આવ્યું છે.

અહેવાલ: સાગર સંઘાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.