બે માસથી બંધ કામગીરીએ ફરી વેગ પકડયો: ગર્ડર જેક બેસાડાય છે
શહેરના રેલ્વે આમ્રપાણી અંડરબ્રીજની કામગીરીએ વગે પકડયો છે. અંડરબ્રીજની કામગીરી હાલ લોકડાઉનને પગલે પૂરજોરામાં ચાલી રહી છે.
૯ ઓકટોબર ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આમ્રપાલી અંડરબ્રિજનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. છ મહિના પહેલા થયેલા ખાતમુર્હત બાદ લોકડાઉનને પગલે અટકી ગઇ હતી. જો કે ગઇકાલ ફરીથી આ કામગીરી શરૂ થવા પામી છે. ગઇકાલે કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસીપલ કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ અને રેલ્વે ડીઆરએમની મંજુરી મળતા રેલ્વે અંડરબ્રિજની કામગીરી પુન:શરૂ થવા પામી છે.
આમ્રપાલી અંડરબ્રિજની કામગીરીમાં હાલ ૩૫થી વધુ કામદારો જોડાયા છે. અંડરબ્રીજના કેઇન મારફત ગડર-જેકે બેસાડવા કામકાજ ચાલી રહ્યુ છે અને આંદાજે ૧ વર્ષમાં કામગીરી પૂર્ણ થાય તેવી શકયતા છે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે.