રી-ઈવેલ્યુએશન સુવિધા વિદ્યાર્થીઓને પૂરી પાડશે સીબીએસઈ બોર્ડ.
સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું હતું કે, આવનારી સીબીએસઈ બોર્ડ પરીક્ષાનો નિર્ણય દર વર્ષની જેમ એક અઠવાડિયા પહેલા મળી જશે. ત્યારે ૨૦૧૮માં લેવામાં આવેલી પરીક્ષામાં જે રીતે પેપર લીક થવાનો મામલો સામે આવ્યો હતો તેના જવાબમાં સીબીએસઈ સેક્રેટરી અનુરોગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ઘટના ખુબજ દુ:ખદ છે પરંતુ તેને લઈ ૩૦ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કઈ રીતે રમત કરવી તે ખૂબજ ખોટી વાત છે કારણ કે રી-સેડયુલીંગ પ્રોસેસમાં ઘણો સમય વહી જતો હોય છે જેનાથી વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો સામનો પણ કરવો પડે છે.
આવનારી સીબીએસઈ પરીક્ષાનું પરિણામ જે રીતે પાછલા વર્ષોમાં જે રીતે આવતું તેના કરતા એક અઠવાડિયા વહેલુ આવી જશે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્યારે ૨૦૧૮માં પ્રશ્ર્નપત્રમાં ગેરરીતિ થયેલ સામે આવતા સીબીએસઈ સામે અનેકવિધ પ્રશ્ર્નો પ્રતિષ્ઠાને લઈ ઉભા થયા હતા. પરંતુ જેમના દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી હતી તે વ્યક્તિને પકડી તેના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હવે જે સીબીએસઈ દ્વારા પરીક્ષા લેવામાં આવશે તેમાં ફુલપ્રુફ સીસ્ટમને આધીન રહી સીબીએસઈ વિદ્યાર્થીઓને પ્રશ્ર્નપત્ર સુપ્રત કરશે જેથી જે ગેરરીતિ થવાની ભીતિ સામે આવી રહી હતી તે ન આવે અને સીબીએસઈ પર જે વિશ્ર્વસનીયતા વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવી રહી છે તે પણ બરકરાર રહી શકે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસઈ દ્વારા ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પરિણામ અસંતોષ હોય તો તે રી-વેલ્યુએશન પણ કરી શકશે. ત્યારે ૨૦૧૮માં ધો.૧૦ અને ધો.૧૨માં કુલ ૩૦ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી જેમાં ૧ લાખ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા માટે તેઓએ પોતાની નોંધણી કરી હતી.
સીબીએસઈ ઉપર જે પ્રતિષ્ઠાનો દાવો લાગ્યો હતો તેને નકારી કાઢતા સીબીએસઈ સેક્રેટરીએ ખાસ રીતે જણાવ્યું હતું કે, સીબીએસઈના ૯૯.૫ ટકા વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા પ્રણાલી ઉપર ભરોસો છે જે દર્શાવે છે કે, સીબીએસઈની સીસ્ટમ ખરા અર્થમાં ખૂબજ માન્ય અને પ્રચલીત છે.