નેટ પર પરિણામો જાહેર થયાના બીજા દિવસે જ વિઘાર્થીઓને માર્કશીટ મળી જશે
પરિક્ષા બાદ વિઘાર્થીઓ પરિણામો જાણવા માટે આતુર છે. હવે તેમની આતુરતાતો અંત આવશે.તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએમઇ) ધોરણ ૧રના પરિણામો આવતા અઠવાડીયે જાહેર થશે તેવા અહેવાલો મળી આવ્યા છે. જો કે, પરિણામની કોઇ ચોકકસ તારીખ નકકી થયેલી નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ ૨૧, ૨૪ અથવા ૨૫ મે ના રોજ પરિણામો જાહેર કરાશે તેમ જાણવા મળ્યું છે. તેમજ બોર્ડ દ્વારા નેટ પર પરિણામો જાહેર થયા ના બીજા દિવસે જ વિઘાર્થીઓને રીઝલ્ટ મળી જશે. ગયા વર્ષે બોર્ડે મે મહિનાના અંતિમ અઠવાડીયામાં પરિણામો જાહેર કર્યા હતાઁ.
સીબીએસઇના ધોરણ ૧૦ અને ૧ર ના વિઘાર્થીઓની બોર્ડ પરિક્ષા ૯ માર્ચે શરુથઇ હતી. જેમાં ધોરણ ૧૦ ના ૮,૮૬,૫૦૬ વિઘાર્થીઓ જયારે ધોરણ ૧રના ૧૦,૯૮,૯૮૧ વિઘાર્થીઓએ પરિક્ષા આપી હતી.
ધોરણ ૧૦ ની પરીક્ષા દેશભરમાં ૧૬,૩૬૩ કેન્દ્રો પર જયારે ધોરણ ૧રની પરીક્ષા ૧૦,૬૭૮ કેન્દ્રો પર લેવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા ગયા મહિને યોજાયેલી એક મીટીંગમાં રાજય શિક્ષણ બોર્ડ અને શાળા શિક્ષણ સચિવ અનિલ સ્વા‚પે જણાવ્યું હતું કે વિઘાર્થીઓના પેપર ચેકીંગમાં માર્કસ મોડીરેશન પઘ્ધતિનો ઉપયોગ કરાશે નહી. રાજસ્થાન, કર્ણાટક અને પંજાબ બોર્ડના ધોરણ ૧રના પરિણામો જાહેર થઇ ચુકયા છે. જે વિશે માહીતી આપતા અનીલ સ્વા‚પે ટવીક કર્યુ હતું કે કર્ણાટક અને પંજાબ પછી રાજસ્થાન ત્રીજા નંબરે છે.