સવારે ૮:૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરીણામની તારીખ બે દિવસ પૂર્વે જ જાહેર થઈ ચુકી છે. આગામી ગુરુવારના રોજ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવશે.એપ્રિલ-૨૦૧૮માં સેમેસ્ટર સિસ્ટમની પરીક્ષા લેવાઈ હતી જેનું પરીણામ જાહેર કરવામાં આવશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરીણામની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર તારીખ ૩૧ મેના રોજ સવારે ૧૧ કલાકથી ૪:૦૦ કલાક સુધી થશે.
આ ઉપરાંત સવારે ૮:૦૦ વાગ્યે www.gseb.org પર પરીણામ મુકવામાં આવશે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન ઘરે બેઠા પણ જોઈ શકશે. ઉલ્લેખનીય છેકે ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૪.૭૫ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉતજેના ફેલાઈ છે.
ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર ઉતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મુકાયા બાદ શિક્ષણ વિભાગે ૨૦૧૬-૧૭ના સેમેસ્ટર સિસ્ટમને રદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ ત્રણ થી ચાર લાખ જેટલા વિદ્યાર્થી નાપાસ થયા હતા તેમજ ગેરહાજર રહ્યા હોય અથવા કોપીકેસ કે અન્ય પ્રકારના ગેરરીતિના કિસ્સામાં પકડાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું પરીણામ ગુરુવારના રોજ શિક્ષણ વિભાગની વેબસાઈટ પર જોવા મળશે.